NRIઓની અનોખી પહેલ: વિદેશમાં રહેતા લોકોએ 1.25 કરોડનો ફાળો એકઠો કર્યો, ગામમાં શિક્ષણ-મેડિકલ અને અનાજની સહાય કરશે

કામરેજ તાલુકાના દિગસ ગામના એનઆરઆઈઓએ વિદેશમાં રહી ગામના લોકોની ચિંતા કરી છે. વિદેશમાં રહેતા ગામના લોકોએ ભેગા મળી 1.25 કરોડ રૂપિયા ભેગા કરી ટ્રસ્ટ બનાવ્યું છે. જે ટ્રસ્ટ થકી ગામમાં મેડીકલ, શિક્ષણ તેમજ અનાજની સહાય કરવાની શરૂઆત કરવામાં આવી છે. વિદેશમાં વસીને પણ માદરે વતનમાં ગામના લોકોને ભૂલ્યા નથી અને પોતાના ગામને મદદરૂપ થવા અનોખો માર્ગ શોધી કાઢ્યો છે.

પટેલ સમાજ વતનને ભૂલ્યો નથી

ગુરુવારના રોજ કામરેજ તાલુકાના દિગસ ગામે આવેલા દિગેશ્વરી અંબાજી મંદિર પરિસરમાં ઢળતી સાંજે ગામમાં રહેતા અને વિદેશમાં રહેતા ગામ લોકો દ્વારા એક શ્રી ભાર્ય ભાગીની ટ્રસ્ટની રચના કરવામાં આવી હતી. જે અંગે માહિતી આપતા ગામના કેતનભાઈ પટેલે જણાવ્યું હતું કે, ટ્રસ્ટમાં ગામના જ વિદેશમાં રહેતા એનઆરઆઇ લોકો ભેગા મળી 1.25 કરોડ રૂપિયાની મુડી એકઠી કરીને ટ્રસ્ટની જાહેરાત કરવામાં આવી હતી. આ રૂપિયાથી ગામમાં શિક્ષણ, મેડિકલ અને અનાજ માટે સહાયરૂપ બનશે. પટેલ સમાજના પ્રમુખ મુકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, વિદેશમાં રહેતા યુવાનો વતનની લાગણી ઓછી થઈ જાય છે. પરંતુ આ ગામમાં એવુ નથી. શિક્ષણ સાથે જ્ઞાન પણ જરૂરી છે. આપણે તમામ ખેડૂતો છે અને ખેડૂતોને પણ જ્ઞાન મળી રહે તેવું કંઈક કરવું જોઈએ તેવું સુચન કરવામાં આવ્યું હતું. ઘણા ટ્રસ્ટો નિર્માણ થતા હોય છે. પટેલ સમાજ વતનને ભૂલ્યો નથી.

મેડિકલ, શિક્ષણ અને અનાજની સહાય કરાશે

દિગસ ગામે શ્રી ભાર્યા ભગીની ટ્રસ્ટની રચના કરવામાં આવી જેમાં વિદેશમાં રહેતા ગામના 50 NRI લોકોએ દાન આપીને ટ્રસ્ટની રચના કરવામાં આવી હતી. આ મુડીના વ્યાજમાંથી જ મેડિકલ, શિક્ષણ અને અનાજની સહાય કરાશે.

કાર્યક્રમ જોવા વિદેશી દંપતી આવ્યું

દિગસ ગામનો કાર્યક્રમ નિહાળવા અમેરિકા ખાતે રહેતા વિદેશી યુવક યુવતીએ 22મી ડીસેમ્બરના રોજ લગ્ન કરીને આ દંપતી બીજા જ દિવસે ભારત આવવા નીકળ્યાં હતા. સતત 48 કલાકની મુસાફરી કરીને દિગસ ગામે આવ્યા હતા. ગામ લોકો વિદેશી નવયુવાન દંપતીને જોવા માટે ઉમટી પડ્યા હતા.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો