લીંબડી હાઇવે પર અકસ્માતમાં મોતને ભેટનાર જામનગરના NRI દંપતીના એક જ ચિતા પર કરાયા અંતિમસંસ્કાર

લીંબડી હાઇ-વે પર ગત રવિવારે વાહન અકસ્માતમાં મૃત્યુ પામેલા જામનગરના એનઆરઆઇ દંપતી કેતનભાઇ જંયતિભાઇ હરિયા(ઉ.વ.55) અને તેના પત્ની કુંદનબેન(ઉ.વ.54)ની સજોડે અંતિમયાત્રા નિકળતા સૌની આંખો ભીની થઇ ગઇ હતી. પ્રપોત્રની મુંડનવિધિ માટે કેન્યાથી જામનગર આવેલા દાદા-દાદીને પ્રસંગ પહેલાં લીંબડી હાઇવે પર અકસ્માતમાં કાળ ભેટી ગયો હતો. અકસ્માતમાં પતી-પત્નીના મોતથી હાલારી વિશા ઓશવાળ સમાજમાં શોકનું મોજું ફરી વળ્યું છે. બંનેના અંતિમસંસ્કાર એક જ ચિતા પર કરવામાં આવ્યા હતા.

કાર ડમ્પર પાછળ ઘૂસી ગઇ હતી

મૂળ જામનગર તાલુકાના મચ્છુબેરાજા ગામના વતની હાલ કેન્યા રહેતા કેતનભાઇ જંયતિભાઇ હરિયા(ઉ.વ.55) અને તેના પત્ની કુંદનબેન(ઉ.વ.54) રવિવારે મોટરકાર લઇ જામનગરથી અમદાવાદ પ્રસંગમાં જતા હતાં. ત્યારે લીંબડી-બગોદરા હાઇ-વે પર મીઠાપુરના પાટિયા પાસે કારના ચાલકે સ્ટીયરીંગ પરનો કાબૂ ગુમાવતા કાર કપચી ભરેલા ડમ્પર પાછળ અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં કાર ચાલક હીરેન કુમુદભાઇ દોશી(રે.ઓશાવાળ કોલોની,જામનગર) તથા કારમાં સવાર એનઆરઇ દંપતિ કેતનભાઇ અને કુંદનબેનના મૃત્યુ નીપજ્યા હતાં. કેન્યા રહેતાં કેતનભાઇ અને તેના પત્ની કુંદનબેન જામનગર પોતાના પ્રપોત્રની મુંડનવિધિ માટે આવ્યા હતાં.

સોમવારે જામનગરમાં દંપતીની સજોડે અંતિમયાત્રા નિકળી

આ પ્રસંગ પૂર્વે તેઓ અમદાવાદ અન્ય પ્રસંગમાં હાજરી આપવા જતાં હતાં ત્યારે અકસ્માતમાં કાળ ભેટી જતાં બંનેના મૃત્યુ નીપજ્યા હતાં. સોમવારે જામનગરમાં દંપતીની સજોડે અંતિમયાત્રા નિકળતા સૌની આંખો ભીની થઇ ગઇ હતી. ગોઝારા અકસ્માતમાં દંપતીનું કરૂણ મૃત્યુ નીપજતાં હાલારી વિશા ઓશવાળ સમાજમાં શોકની લાગણી ફેલાઇ છે. દંપતીની અંતિમયાત્રામાં હાલારી વિશા ઓશવાળ સમાજના આગેવાનો અને લોકો ભારે હૃદયે જોડાયા હતાં.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો