UKમાં 100 વર્ષીય પટેલ માજી માટે સરપ્રાઈઝ પાર્ટી, 26 વર્ષની ઉંમરે થયા’તા વિધવા

યુકેઃ બોલ્ટનના હિન્દુ સમુદાયના સભ્યોએ એક પટેલ વૃદ્ધ મહિલા માટે સરપ્રાઈઝ પાર્ટીનું આયોજન કર્યું હતું. કામરીબેન પટેલે 12મી ડિસેમ્બરના રોજ તેમના 100માં જન્મદિવસની ઉજવણી કરી. મિત્રો તથા પરિવરજનોએ તેમની જન્મદિનની ઉજવણી કરવા માટે વેસ્ટહોનટનની મર્ક્યુરી મોટેલમાં એક ચા પાર્ટી કરવાનો નિર્ણય લીધો હતો.

1917માં ભારતમાં થયો હતો જન્મ

– શતાયુ વ્યક્તિનું મિત્રો અને પરિવારજનો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.
– હાજર રહેલા પરિવારજનો અને સમુદાયના સભ્યોએ તેમને ભેટીને જન્મદિનની શુભેચ્છાઓ પાઠવી હતી.
– કામરીબેન પટેલનો જન્મ 1917માં ભારતમાં થયો હતો.
– તેમને પાંચ ભાઈ અને બે બહેન હતા.

13 વર્ષની ઉંમરે થયા હતા લગ્ન

– પટેલના લગ્ન 13 વર્ષની ઉંમરે 1930માં થયા હતા પરંતુ તેમના પતિનું અચાનક મૃત્યું થયા તેઓ માત્ર 26 વર્ષની ઉંમરે વિધવા બન્યા હતા.
– તેમનું એક મોટું કુટુંબ છે જેમાં,એક પુત્રી, એક પુત્ર, ત્રણ પૌત્ર અને ત્રણ પૌત્રીઓનો સમાવેશ થાય છે.
– કામરીબેનની પુત્રવધૂને ગરદનથી લકવો પડ્યો હતો જેથી, 62 વર્ષની ઉંમરે તેઓ તેણીની સંભાળ માટે ભારતથી બોલ્ટન આવ્યા હતા.
– કામરીબેને 2015માં તેના મૃત્યુ સુધી તેની સંભાળ લીધી હતી.

નિવૃત થવાની ઉંમરે શરૂ કર્યુ સામાજિક કામ

– સમુદાયના લીડર મિનેશ પટેલે પાર્ટીનું આયોજન કરવામાં મદદ કરી હતી.
– તેમણે કહ્યું કે, ‘કામરીબેને પોતાનું જીવન પરિવાર માટે સમર્પિત કર્યું છે, તેમણે ક્યારેય વૈભવી જીવનની માંગણી કરી નથી.’
– ‘તેઓ કદાચ આપણા સમુદાયમાં સૌથી વધુ પ્રતિષ્ઠિત વૃદ્ધ વ્યક્તિ છે.’
– ‘તેઓ સમુદાયના આધારસ્તંભ છે અને તેમનાથી નાની પેઢી માટે એક મોટા રોલ મોડલ છે.
– ‘જ્યાં મોટાભાગના લોકો 60 વર્ષની ઉંમરે નિવૃત થાય છે, ત્યાં તેમણે સામાજિક સંભાળનું કાર્ય શરૂ કર્યું.’
– આ અમારી પ્રથમ ઈવેન્ટ હતી, પણ આશા છે કે આપણે ઘણું બધું કરીશું કારણ કે ઈવેન્ટમાં વડીલોએ ખરેખર આનંદ માણ્યો છે.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો