ખેડૂતો ચેતજો! રાજકોટમાંથી ખાતરમાં ભેળસેળના કાવતરાનો પર્દાફાશ, 10 કિલો ખાતરમાં 1 કિલો ભોગાવો રેતી નીકળી
મુખ્યમંત્રીના હોમગ્રાઉન્ડ રાજકોટમાંથી ખાતરમાં મિલાવટના કૌભાંડનો પર્દાફાશ થયો છે. ખાતરમાં રેતીની ભેળસેળ કરવાનું મોટાપાયે કૌભાંડ બહાર આવ્યું છે. આ પહેલા પણ આ પ્રકારે અનેક વાર ખેડૂતો સાથે આ પ્રકારની લૂંટ ચલાવાઈ છે. ત્યારે વધુ એકવાર ખેડૂતોને હલકી ગુણવત્તાનું ખાતર આપીને પૈસા પડાવ્યાનું બહાર આવ્યું છે. 10 કિલો ખાતરમાં 1 કિલો ભોગાવો નદીની રેતી નીકળતા ખેડૂતોએ રોષ સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન યોજ્યું હતું.
રાજકોટના જસદણમાં 10 કિલો ખાતરની બેગમાં 1 કિલો રેતી નિકળી હતી. ઇફ્કોના NPKના DAP ખાતરમાં રેતીની ભેળસેળ થઈ હોવાનુ કૌભાંડ સામે આવ્યું છે. ખાતરની થેલીમાં ભોગાવો નદીની રેતી મિલાવીને અપાતી હોવાનું સામે ભારતીય કિસાન સંઘ લાવ્યું છે. આ કૌભાંડ મામલે કિસાન સંઘે હોબાળો મચાવ્યો હતો. ખેડૂતો સાથે વારંવાર મજાક થઈ રહી છે. મોંઘાભાવના ખાતરમાં ગોલમાલ થઈ રહી છે. ભૂતકાળમાં પણ ખાતરમાં પોલંપોલ ખૂલી પડી હતી. ખાતર માફિયાઓ સામે ક્યારે ભરાશે પગલા? એક તરફ કેન્દ્ર સરકાર 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાની વાત કરે છે. સમગ્ર દેશ સમક્ષ ગુજરાત મોડલની વાતો થાય છે ત્યારે આ પ્રકારના કૌભાંડો અનેક સવાલો ઉભા કરે છે.
જસદણમાં ખાતરમાં ભેળસેળ ક્યારથી કરાતી હશે ?
ત્યારે કેટલાક સવાલ થાય છે કે મુખ્યમંત્રીના હોમગ્રાઉન્ડમાં વધુ એક ખાતર કૌભાંડ આવ્યું બહાર? જસદણમાં ખાતરમાં ભેળસેળ ક્યારથી કરાતી હશે ? ખાતરના નામે ભોગાવો રેતી ભરીને કેટલા ખેડૂતોને પધરાવી હશે? NPK ખાતરમાં કૌભાંડ કેટલા સમયથી ચાલતું હશે? 10 કિલો ખાતરમાં 1 કિલો રેતી નિકળે તો ખેડૂત જશે ક્યા? ખેડૂતો આ ખાતરથી ખેતી કરે તો તેમાં શું સફળતા મળે? 2022 સુધીમાં આમ ખેડૂતોની આવક મોદી સરકાર કરશે બમણી? કેન્દ્ર સરકારની યોજના પર રાજ્ય સરકાર આમ હાંસલ કરશે જીત?
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..

