હવે એક મેસેજ કરીને Whatsapp દ્વારા બુક કરાવો ગેસ સિલેન્ડર, જાણો બુકિંગ નંબર અને પ્રોસેસ

આજકાલ બધાં જ કામ ઓનલાઈન થવા લાગ્યા છે. જો તમારા ફોનમાં વોટ્સએપ છે તો તમે સરળતાથી ઘણાં અગત્યના કામ કરી શકો છો. જેમ કે, પેમેન્ટ કરવાની હોય, સામાન ખરીદવાનો હોય કે પછી બુકિંગ કરાવવા જેવા કામ ફટાફટ થઈ જાય છે. આ જ રીતે હવે વોટ્સએપની મદદથી તમે ગેસ સિલેન્ડર પણ બુક કરાવી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

ગેસ સિલિન્ડર બુક કરવા માટે તમારે રજિસ્ટર્ડ નંબરથી ફોન કરવાની હવે જરૂર નથી. આ કામ માત્ર એક મેસેજ દ્વારા પણ કરી શકાય છે. જે માટે તમામ ગેસ કંપનીઓ તરફથી નંબર જાહેર કરવામાં આવ્યો છે. તમારે REFILL ટાઈપ કરીને તે નંબર પર મોકલવાનો રહેશે. વોટ્સઅપની મદદથી તમે તેનું સ્ટેટસ પણ જાણી શકશો.

આ નંબર કરો વોટ્સઅપ

જો તમે ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશનના કસ્ટમર છો તો Indane ગેસ મંગાવવા માટે 7588888824 નંબર પર વોટ્સઅપ કરવાનો રહેશે. પણ આ સુવિધાનો લાભ લેવા માટે તમારે રિજસ્ટર્ડ મોબાઈલ નંબરથી જ મેસેજ કરવાનો રહેશે.

કેવી રીતે બુક કરાવવું

ગેસ સિલેન્ડર બુક કરવા માટે તમારે તમારા રજિસ્ટર્ડ નંબરથી જ મેસેજ કરવો પડશે. જો તમે બીજા કોઈ નંબરથી મેસેજ કરશો તો તમારું કામ નહીં થાય. એવામાં રજિસ્ટર્ડ નંબરથી તમારે REFILL ટાઇપ કરીને 7588888824 નંબર પર વોટ્સઅપ મેસેજ કરવો પડશે.

સ્ટેટસ કેવી રીતે જાણશો

જો તમારી બુકિંગ થઇ ગઇ છે અને તમારે તેનું સ્ટેટસ જાણવું છે તો આ સુવિધા પણ વોટ્સઅપ પર ઉપલબ્ધ છે. આ માટે તમારે રજિસ્ટર્ડ મોબાઇલ નંબરથી ટાઇપ કરવું પડશે. STATUS# પછી ઓર્ડર નંબર જે બુકિંગ કર્યા પછી મળે છે. એટલે કે, જો તમારો બુકિંગ નંબર 12345 છે તો તમારે ટાઇપ કરવું પડશે STATUS#12345 અને તેને 7588888824 નંબર પર વોટ્સઅપ મેસેજ કરીને મોકલવો પડશે. આ વાતનું ધ્યાન રાખો કે STATUS# ઓર્ડર નંબરની વચ્ચે કોઇ સ્પેસ નથી આપવાની.


આ નંબર પર મિસકોલ કરીને પણ બુકિંગ કરાવી શકો છો

ગ્રાહકો આ નંબર પર મિસકોલ આપીને પણ તમે બુકિંગની સુવિધા મેળવી શકો છો. Indane યુઝર્સ માટે 9911554411 આ નંબર છે. સમગ્ર દેશના Indane યુઝર્સ આ નંબર પર મિસકોલ આપીને ગેસ સિલિન્ડર બુક કરાવી શકે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો