અમેરિકામાં વધુ એક સંક્રમણ: હવે લાલ ડુંગળીથી સંક્રમણ ફેલાઈ રહ્યું છે, 34 રાજ્યોમાં ચેપ ફેલાયો, લાખો ટન ડુંગળીનો નાશ કરવાના આદેશ

અમેરિકાનાં ઘણાં રાજ્યોમાં લાલ અને પીળી ડુંગળીમાંથી સેલ્મોનેલા બેક્ટેરિયાનું સંક્રમણ ફેલાઈ રહ્યું છે. અહીંનાં 34 રાજ્યોમાં 400થી વધુ લોકોને ચેપ લાગ્યો છે. અમેરિકાની સૌથી મોટી સ્વાસ્થ્ય એજન્સી સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC)એ ચેતવણી જારી કરી છે.

CDCએ થોમસન ઈન્ટરનેશનલ નામની એક કંપની દ્વારા સપ્લાય કરવામાં આવેલી ડુંગળી ન ખાવાની સલાહ આપી છે. તે ઉપરાંત ચેતવણીમાં કહેવામાં આવ્યું છે કે આ કંપની દ્વારા સપ્લાય કરવામાં આવેલી ડુંગળી ખાવાનું ટાળવું અને ઘરમાં હોય તો તેને ફેંકી દેવી.

સેલ્મોનેલા બેક્ટેરિયાના સંક્રમણના કેસ કેનેડામાં પણ સામે આવ્યા છે. અમેરિકન સમાચાર સંસ્થા CNNના એક રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે,આ બેક્ટેરિયાથી સંક્રમિત થવાથી 60 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લાલ, સફેદ, પીળી અને મીઠી ડુંગળી પાછી મોકલવામાં આવી

ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશનના જણાવ્યા પ્રમાણે, 34 અમેરિકાનાં રાજ્યોમાં સંક્રમણ ફેલાવનાર સેલ્મોનેલા બેક્ટેરિયાનું સંક્રમણ લાલ ડુંગળી સાથે જોડાયેલું છે. CDCના જણાવ્યા પ્રમાણે, પ્રારંભિક કેસ 19 જૂનથી 11 જુલાઈની વચ્ચે સામે આવ્યા હતા. સપ્લાયર એજન્સી થોમસન ઈન્ટરનેશનલ લાલ, સફેદ, પીળી અને મીઠી ડુંગળી પાછી મંગાવી લીધી છે.

કેવી રીતે ખબર પડે કે સેલ્મોનેલા બેક્ટેરિયાનું સંક્રમણ થયું છે કે નહીં?

અમેરિકાના CDCના જણાવ્યા પ્રમાણે, આ બેક્ટેરિયાનું સંક્રમણ લાગે તો સંક્રમિત વ્યક્તિને ડાયેરિયા, તાવ અને પેટમાં દુખાવા જેવાં લક્ષણો જોવા મળે છે. આ લક્ષણો સંક્રમણ બાદ 6 કલાકથી લઈને 6 દિવસમાં ગમે ત્યારે જોવા મળી શકે છે. સંક્રમણના કેસ મોટાભાગે 5 વર્ષથી વધુની વયનાં બાળકોમાં અથવા 65 વર્ષથી વધુ વયના લોકોમાં જોવા મળે છે. સંક્રમણ વધી જાય તો તે આંતરડાં સુધી પહોંચી શકે છે.

કંપનીએ સ્પષ્ટતા કરી- ડુંગળી પાછી મંગાવવામાં આવી રહી છે

આ સમગ્ર કિસ્સામાં અમેરિકા અને કેનેડામાં ડુંગળીનો સપ્લાય કરતી કંપની થોમસન ઈન્ટરનેશનલનું નામ સામે આવ્યું છે. કંપનીના જણાવ્યા પ્રમાણે, તેમને આ વાતની જાણકારી છે અને તેમની ડુંગળીથી સંક્રમણના કેસ વધી રહ્યા છે. જે દુકાનો પર ડુંગળીની સપ્લાય કરવામાં આવી છે તેને પાછી મંગાવવામાં આવી રહી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો