પહેલાં અમદાવાદમાં કોરોના આંકડાની રમત ચાલતી, હવે વડોદરા- સુરત અને રાજકોટમાં કોરોનાની સત્તાવાર યાદીમાંથી સાચા આંકડા ગાયબ

રાજયમાં કોરોનાના કેસની સંખ્યા વધી રહી છે. સાથો સાથ કોરોનાના કારણે મોતની સંખ્યા પણ. જો કે રાજય સરકારનુ આરોગ્ય વિભાગ પહેલેથી જ કોરોનાના કેસની સાચી સંખ્યા અને મોતની સંખ્યા છુપાવતી આવી છે. શરુઆતમાં અમદાવાદમાં પણ કોરોનાના આંકડા આરોગ્ય અગ્ર સચિવ જંયતિ રવિ દ્રારા છુપાવવામાં આવતા હતાં. હવે આ જ પેર્ટનથી સુરત અને રાજકોટમાં પણ સાચી માહીતી છુપાવાવમાં આવી રહી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

વડોદરાની વાત કરીએ તો ગુરુવારે વડોદરામાં 10 દર્દીના મૃત્યુ થયાં હતાં. જયારે આરોગ્ય વિભાગની યાદીમાં માત્ર 2 જ દર્દી હતાં, રાજકોટમાં 5 દર્દીનાં મોત થયાં હતા. પણ હેલ્થની યાદીમાં એક પણ મોત નહોતું. રાજય સરકાર વારંવારં પોતાની યાદીમાં સાચી માહિતી બતાવી નથી રહ્યું. સુરતની યાદી પર નજર કરો તો ખબર પડશે કે સુરતની કોરોનાની યાદીમાં સત્તાવાર સુરત કોર્પોરેશનના 190 અને ગ્રામ્યના 14 બતાવ્યાં છે, પણ સુરત ગ્રામ્યની યાદીમાં પર નજર કરો તો 58 છે.

ઉલ્લેખનીય છે કે, આજે સુરત મુલાકાતે આવેલાં સીએમ રૂપાણીને પણ આ મામલે સવાલ કરાયો હતો. ત્યારે સીએમ રૂપાણીએ જણાવ્યું હતું કે, સરકાર આંકડા છૂપાવતી નથી. અને આ મામલે તેઓએ જવાબ આપવાનું પણ ટાળ્યું હતું. તેવામાં જ્યારથી કોરોનાની શરૂઆત થઈ છે ત્યારથી ગુજરાત સરકાર પર આંકડા છૂપાવવાનો આરોપ લાગતો રહ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો