માતા-પિતાએ ખાસ સાવચેતી રાખવાની છે જરૂર: એકડો બગડો શીખવાની ઉંમરમાં જ બાળકો ‘પ્રેમ’ અને ક્રશની વાતો કરી રહ્યા છે

હાલના સમયમાં કોલેજ જતાં છોકરાઓ તો ઠીક નાના બાળકો પણ ઈન્ટરનેટના આદી બની ગયા છે. બાળકો જ્યાં સુધી તેમાથી કંઈક સારૂં શીખે ત્યાં સુધી વાંધો નહીં પરંતુ જ્યારે તેઓ કંઈક અવળું શીખવા લાગે ત્યારે મા-બાપ મુશ્કેલીમાં મુકાઈ જતા હોય છે. શહેરની એક સ્કૂલની ટીચર તે સમયે હેરાન રહી ગઈ જ્યારે તેણે છોકરીના હાથમાં ‘આઈ લવ યુ’ લખેલી ચિઠ્ઠી જોઈ. આ ચિઠ્ઠી પહેલા ધોરણમાં ભણતા છોકરાએ તેને ઉદ્દેશીને લખી હતી. જે છોકરાએ આ ચિઠ્ઠી લખી હતી તેણે ટીચરને તેમ પણ કહ્યું કે તે, તે છોકરીને પસંદ કરે છે.

બીજી સ્કૂલની વાત કરીએ તો ત્રીજા ધોરણમાં ભણતી (લગભગ 8 વર્ષની) છોકરીઓ પ્રેમ સંબંધો વિશે અને એકબીજાને કયો છોકરો ગમે છે તે વિશે વાતો કરતાં જોવા મળી હતી. જ્યારે ટીચરે તેમને આ બાબતે ઠપકો આપ્યો તો તેમણે કહ્યું કે, તેઓ મસ્તી-મજાક કરી રહી હતી. જ્યારે બીજી તરફ છોકરાઓ વીડિયો ગેમ્સ અને ગેજેટ્સ વિશે વાતો કરતાં જોવા મળ્યા હતા.

શહેરની અન્ય એક સ્કૂલમાં, 7મા ધોરણમાં ભણતી છોકરી (ઉંમર આશરે 12 વર્ષ)ને નવા છોકરા પર ક્રશ થતાં તેણે વાતો કરવાનું બંધ કરી દીધું. તેને સ્પીચ પ્રોબ્લેમ હતી, તે છોકરો આ બાબતને નોટિસ ન કરે તેથી તેણે આ પગલું ભર્યું.

ઈન્ટરનેટની જેમ બાળકોને નાની ઉંમરમાં પ્રેમનું આકર્ષણ થઈ રહ્યું છે. હકીકતમાં તો નાના બાળકોને પ્રેમ અને આકર્ષણને જાહેર કરવાનો આઈડિયા પ્રાથમિક રીતે મોબાઈલ ઈન્ટરનેટ દ્વારા મળી રહ્યો છે. અને તેઓ ભાગ્યે જ અડધી-અધૂરી સ્થિતિને પહોંચી વળવા વડીલોની મદદ લે છે.

આ બધું હોર્મોનલ ફેરફાર, અથવા વિભક્ત કુંટુંબમાં બાળકની એકલતાના કારણે અથવા સિંગલ પેરેન્ટે જ્યારે બાળકને ઉછેર્યું હોય ત્યારે થાય છે. આ સમયે બાળકો કોઈની પાસેથી હુંફ અને પ્રેમ ઈચ્છે છે, અને આ બાબત જ તેમને સૌથી વધુ મુંઝવણમાં મૂકી દે છે.

બે છોકરીઓની માતા તેવા કલ્પના પરિખે કહ્યું કે, ‘હું ગૃહિણી છું અને આખો દિવસ મારા બાળકોનું ધ્યાન રાખવામાં વ્યસ્ત રહું છું. પરંતુ તેમની વોટ્સએપ ચેટ પર નજર રાખવી તે અઘરું છે. જ્યાં કોઈ વિષય મર્યાદા હોતી નથી. હાલમાં જ મારી દીકરી, જે 7મા ધોરણમાં ભણે છે, તે તેના ક્લાસમેટ વચ્ચે થયેલા ઝઘડાને સોલ્વ કરતી જોવા મળી હતી, તેના મુજબ તેઓ રિલેશનશિપમાં હતા’.

તુષાર સિંહ નામના એક બાળકના પિતાએ કહ્યું કે, ‘મારો દીકરો છઠ્ઠા ધોરણમાં ભણે છે, પરંતુ તેની ફ્રેન્ડશિપ 9મા અને 10મા ધોરણમાં ભણતી છોકરીઓ સાથે છે, જેનાથી મને પણ ઘણીવાર ડર લાગે છે. તેની સ્કૂલ ડાયરીમાંથી એકવાર લવ લેટર મળી આવ્યા હતા. જેનાથી હું પરેશાન થઈ ગયો હતો. તેને સમજાવવામાં અને સ્ટડી પ્રત્યે ફરી ધ્યાન કેન્દ્રિત કરાવવામાં મને ઘણો સમય લાગ્યો હતો’.

કાઉન્સેલર, સમિતા ઘોષે કહ્યું, ‘બાળકો પ્રેમમાં હોવાની કબૂલાત તો કરે છે, પરંતુ તેના વિશે જાણતા નથી. હોર્મોન ચેન્જ થાય ત્યારે આકર્ષણ થવું તે સામાન્ય છે આ વાત બાળકોને સમજાવવી અઘરી છે. પરંતુ તેઓ જીવનમાં શું કરવા માગે છે તે વાત ભૂલવી જોઈએ નહીં’.

એચ.બી. કાપડીયાના ડાયરેક્ટર રેણુ શેઠે કહ્યું, ‘બાળકોને ગેજેટ્સ આપીને વ્યસ્ત રાખવા કરતાં તેમની જરૂરિયાતો શું છે તે સમજવાનો સમય માતા-પિતાનો છે. માતા-પિતાએ બાળકો સાથે ખુલીને વાત કરવી જોઈએ જેથી, સામે તેઓ પણ બીજી જગ્યાએ ઈમોશનલ થવા કરતાં તેમને આવીને જણાવે’.

કાઉન્સેલર શિવાંગી જોશીએ કહ્યું કે, ‘બાળકો આકર્ષણ વિશે કંઈ જાણતા હોતા નથી. આગળ શું થશે તેમની પણ જાણ હોતી નથી. બાળકો સાથે વાત કરીને ઈમોશનલ કનેક્શન રાખવું જરૂરી છે. જો જરૂર લાગે તો પ્રોફેશનલની પણ મદદ લો’.

માતા-પિતા રાખે આ બાબતનું ધ્યાનઃ

બાળકોને ક્યાં ખબર પડવાની છે? તેવું ધારીને તેમની હાજરીમાં ડબલ મિનિંગવાળા જોક મારવા નહીં અને એડલ્ટ ફિલ્મ જોવી નહીં. બાળકોને વ્યસ્ત રાખવા માટે તેમને ક્યારેય પણ મોબાઈલ આપવો નહીં. તેમને યુ-ટ્યૂબ પર માત્ર એજ્યુકેશનલ વીડિયો જોવા દો. બીજી એપ્લિશેનનું એક્સેસ આપવું નહીં.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો