ચીનમાં ફેલાયેલા જીવલેણ રોગથી ભારતમાં પણ ફફડાટ, જાણો તેના લક્ષણ અને ઇલાજ

અત્યાર સુધી દુનિયાભરમાં નોવેલ કોરોના વાયરસથી 14 લોકોના મોત નીપજ્યા છે. નોવેલ કોરોના વાયરસથી મરનારમાં એક વ્યક્તિ ચીનનો પણ છે. ચીનના વુઆન પ્રાંતમાં 5 જાન્યુઆરીએ નોવેલ કોરોના વાયરસથી એક વ્યક્તિનું મોત થયું છે. આ વાયરસ ઝડપથી ફેલાવવાના કારણે ભારત સરકારે દિલ્હી, મુંબઇ તેમજ કોલકત્તા એરપોર્ટ પર ચીનછી આવનાર આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓની સાવચેતી થર્મલ સ્કેનર દ્રારા તપાસ કરવાના નિર્દેશ આપ્યા છે. તેની સાથે જ ચીન જનારા અને ત્યાંથી આવનારા યાત્રીઓ માટે પરામર્શ જાહેર કરવામાં આવ્યું છે. આખરે કેવી રીતે ફેલાઇ રહ્યો છે આ રોગ…

શુ છે કોરોના વાયરસ?(What is Novel Coronavirus)

ડબલ્યુએચઓ મુજબ કોરોના વાયરસ સી-ફૂડથી જોડાયેલો છે. કોરાના વાયરસ એવો વાયરસ છે જેનાથી લોકો બીમાર પડે છે. આ વાયરસ ઉંટ, બિલાડી, તથા ચામાચિડિયું સહિત ઘણા પશુઓમાં પણ પ્રવેશ કરી રહ્યો છે. દુર્લભ સ્થિતિમાં પશુ મનુષ્યોને પણ કરી શકે છે. આ વાયરસનો માનવથી માનવ સંક્રમણ વૈશ્વિક સ્તર પર ઓછો છે.

કોરોના વાયરસના લક્ષણ?(Novel Coronavirus Symptoms)

કોરોના વાયરસના દર્દીઓમાં સામાન્ય રીતે શરદી, ઉધરસ, ગળામાં દુખાવો, શ્વાસ લેવામાં તકલીફ, તાવ જેવા શરૂઆતના લક્ષણ જોવા મળે છે. તે બાદ આ લક્ષણ ન્યૂમોનિયા અને કિડનીને નુકસાન પહોંચાડે છે.

કોરોના વાયરસથી બચવા માટેના ઉપાય

આ વાયરસ જ્યાં ફેલાઇ રહ્યો છે. સૌથી પહેલા ત્યાં જવાનું ટાળો, જો તમે એવી જગ્યાની આસપાસ છો તો તેનાથી બચવા માટે આ ઉપાય અજમાવી શકો છો.

– તમારા હાથને યોગ્ય રીતે સાબુથી ધોઇ લો. જો સાબુ ન હોય તો સેનેટાઇઝરનો ઉપયોગ કરો.

– તમારા નાક અને મોં કવર કરીને રાખો.

– બીમાર લોકોથી થોડાક દૂર રહો તેમના વાસણનો ઉપયોગ ન કરો અને અડશો નહીં. તેનાથી દર્દી અને તમે બન્ને સુરક્ષિત રહી શકશો.

– ઘરને સાફ રાખો અને બહારથી આવનારી વસ્તુઓને પણ સાફ કરીને ઘરમાં લાવો.

– નોનવેજ ખાસ કરીને સી-ફૂડ ખાવાથી બચો કારણકે કોરોના વાયરસ સી-ફૂડથી ફેલાય છે.

ઇલાજ

કોરાના વાયરસથી રાહત મેળવવા માટે કોઇ વેક્સિન બની નથી. આ વાયરસના ઇલાજ માટે વેક્સીન બનાવવાનું કામ વૈજ્ઞાનિક કરી રહ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો