જો તમારી પાસે પણ જૂની અને ફાટેલી નોટો હોય તો આ નોટો કોઈપણ બેંકની બ્રાંચમાં બદલાવી શકાય છે, બેંક આ ગાઇડલાઇન ફોલો ન કરે તો કાર્યવાહી થઈ શકે

ઘણીવાર શોપિંગ કરતી વખતે કે નાણાની લેવડ-દેવડમાં જૂની અથવા ફાટેલી ચલણી નોટો આપણી પાસે આવી જાય છે, જે ક્યાંય વટાવી શકાતી નથી. જો તમારી પાસે પણ આવી જૂની અને ફાટેલી નોટો હોય તો તમારે ચિંતા કરવાની જરૂર નથી. આ ચલણી નોટો બદલાવી શકાય છે. ભારતીય રિઝર્વ બેંકેં (RBI) આ નોટો બદલવા માટે સુવિધા પણ આપી છે. તાજેતરમાં જ આપવામાં આવેલા આદેશો અનુસાર, હવે દેશની તમામ બેંકની બ્રાંચમાં ફાટેલી અને જૂની નોટો બદલાવી શકાશે. જો કોઈ બેંક આ ગાઇડલાઇન ફોલો ન કરે તો RBI તેની વિરુદ્ધ કાર્યવાહી કરી શકે છે.

એ બેંક અથવા બ્રાંચનો ગ્રાહક હોવો જરૂરી નથી
RBIએ બેંકોને જારી કરેલા આદેશમાં કહ્યું છે કે, દરેક બેંકની બ્રાંચમાં નોટ બદલાવાનું કામ કરી શકાય છે. આ માટે જરૂરી નથી કે ગ્રાહકનું એ જ બ્રાંચ કે બેંકમાં ખાતું હોય. તમે દેશની કોઈ પણ બેંક અને તેની કોઈપણ બ્રાંચમાં જઇને જૂની અને ફાટેલી ચલણી નોટો બદલાવી શકે છે.

આ નોટો બદલાવાની સુવિધા
નિયમોનુસાર 3 પ્રકારની નોટો બદલાવી શકાય છે. પહેલી એ જે ધોવાઈ ગઈ હોય અથવા બહુ લોકોની વચ્ચે ફરવાને કારણે તેનો રંગ ઉડી ગયો હોય. બીજી એવી નોટો જે ફાટી ગઈ હોય અને તેના ટૂકડા તમારી પાસે હોય. ત્રીજી એવી જે મિસ મેચ નંબરવાળી હોય. RBIના નિયમોનુસાર, નોટ ઉપર કંઇક લખેલું હોય તો તે માન્ય તો છે. પરંતુ તેની પર કંઇક એવું લખ્યું હોય જે રાજનીતિને લાગે વળગતું હોય તો આવી નોટો પણ બેંક સ્વીકારતી નથી.

નોટ ન બદલાય તો ફરિયાદ કરી શકાય
જો કોઈપણ બેંક RBIની સૂચનાનું પાલન ન કરે તો પહેલાં તમે તે બેંકના ટોલ ફ્રી નંબર પર ફોન કરીને ફરિયાદ નોંધાવી શકો છો. આ ટોલ ફ્રી નંબર દરેક બેંક શાખાની દીવાલો પર લગાવવામાં આવ્યો હોય છે. જો આ ફરિયાદ પછી પણ બેંક તમારી વાત ન સાંભળે તો બેંકિંગ લોકપાલને ફરિયાદ કરવા માટે 0512-2306278, 2303004 આ નંબર પર ફોન કરી શકો છો.

બળી ગયેલી નોટો નથી બદલાવી શકાતી
RBIના જણાવ્યા અનુસાર, બળી ગયેલી અથવા વધુ ટૂકડા થયેલી નોટો બદલી શકાતી નથી. જેના પર સૂત્રોચ્ચાર અથવા રાજકીય સંદેશા લખેલા હોય તેને પણ બેંક સ્વીકારતી નથી. આટલું જ નહીં, જો બેંક અધિકારીને લાગે કે તમે જાણી જોઈને નોટ ફાડી નાખી છે તો પણ તે નોટ બદલવાની ના પાડી શકે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઈ જાઓ અમારી સાથે. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો