મોરથળાના કોળી સમાજની સુધારણાની દિશામાં નવી પહેલ: મૃત્યુ બાદ જમણવાર નહી, 3 દિવસનો જ લૌકિક વહેવાર

સમાજમાં વર્ષોથી ચાલ્યા આવતા કુરીવાજો દૂર થાય તેવુ અનેક લોકો ઇચ્છે છે. પરંતુ કોઇ આગળ નથી આવતુ આવા સમયે મોરથળા ગામના કોળી સમાજના આગેવાનોએ બેઠક યોજીને પોતાના ગામમાં રહેતા કોળી સમાજના લોકોએ પહેલ કરીને મૃત્યુ બાદ કરવામાં આવતો જમણવાર બંધ કરવાનો નિર્ણય જાહેર કરી સમગ્ર કોળી સમાજની સાથે અન્ય સમાજના લોકોને પણ નવી દિશા આપી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

થાનના મોરથળા ગામની કુલ અંદાજે 4 હજારની વસ્તી છે. જેમાં કોળી સમાજ એકના જ 3 હજાર જેટલા લોકો રહે છે. ગામડામાં ખેતીવાડી કરીને રોજી રોટી રળતા સમાજના લોકો ભલે કદાચ ભણેલા ઓછુ હશે. પરંતુ ગામના આગેવાનો સમાજમાં કુરીવાજને દૂર કરી સમાજને વિકાસની દિશા તરફ લઇ જવા માટે સતત ચિંતા કરતા હતા. ત્યારે મૃત્યુ બાદના ભોજનને બંધ કરવા માટે જે અભિયાન હાથ ધર્યુ તેના થકી આગેવાનોને એક નવી પ્રેરણા મળી હતી.

પહેલા ગામના કોળી સમાજના લોકો કુરીવાજોએ તીલાંજલી આપવાની શરૂઆત કરે તેના નિર્ણય માટે બેઠક યોજી હતી. જેમાં ભુપતભાઇ મનજીભઇ મકવાણા, ગાંડુભાઇ રાણાભાઇ મકવાણા, કરશનભાઇ ભનાભાઇ દેગામા, ધરમશીભાઇ રણછોડભાઇ સરવૈયા, જેસાભાઇ ખોડાભાઇ રાઠોડ, ગીરધરભાઇ માલાભાઇ મકવાણા સહીતના આગેવાનોએ એકમત થઇને એવો નિર્ણય જાહેર કર્યો કે હવેથી ગામમાં કોળી સમાજમાં કોઇ પણ વ્યકિતનું અવસાન થશે તો સૌ પ્રથમ જે 12 દિવસ સુધી લૌકિક વહેવાર ચાલે છે તેની જગ્યાએ માત્ર 3 દિવસ સુધી જ લૌકિક વહેવાર કરવો. આ ઉપરાંત મૃત્યુ બાદ જમણવારમાં લાડું સહિતની રસોઇ પાછળ અંદાજે રૂ.1 લાખ જેટલો ખર્ચ થતો હતો તે જમણવાર બંધ કરીને માત્ર લાપસી અને દાળનો જ જમણવાર રાખવો અને તે પણ માત્ર 50 વ્યકિતની જ રસોઇ કરવી. આ ઉપરાંત સુખનો હોય કે દુ:ખનો કોઇ પણ પ્રસંગ ખુબ જ સાદાઇથી કરવાની ગામના કોળી સમાજના લોકોએ જાહેરાત કરી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો