કોરોનાના લોકડાઉન વચ્ચે પરિણીતાને પ્રસૂતિની પીડા ઉપડતા 108ની ટીમ બની દેવદૂત, કરાવી નોર્મલ ડિલિવરી

જન્મ અને મરણના ચોધડિયા હોતા નથી કે નથી હોતો તેનો કોઈ સમય નિશ્ચિત. પરંતુ લોકડાઉન જેવી સ્થિતિમાં પ્રસૂતિની પીડા વચ્ચે લોકોને મુશ્કેલીમાં મુકાવું પડ્તું હોય છે.આવો જ બનાવ હજીરામાં ભટલાઈ ગામમાં સર્જાયો હતો. 24 વર્ષીય પરિણીતાને પ્રસૂતિની પીડા ઉપડી હતી. પરિણીતાની પ્રસૂતિની પીડાથી પરિવાર મુશ્કેલીમાં મુકાયું હતું કારણ કે લોકડાઉન વચ્ચે મહિલાને હોસ્પિટલ કઈ રીતે લઈને જવી આ દરમિયાન પતિએ 108 એમ્બ્યુલન્સને ફોન કર્યો હતો. કોલ મળતાં જ અડાજણ લોકેશનની 108ની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને મહિલાની નોર્મલ પ્રસૂતિ કરાવી હોસ્પિટલ ખસેડી હતી. હાલ માતા અને બાળકની તબિયત સ્થિર છે.પરિવારે 108ની ટીમને દેવદૂત ગણાવી હતી.

અડાજણ વિસ્તાર લોકેશનની 108 ટીમના ઈએમટી મનહર રાઠવાએ જણાવ્યું હતું કે, અમને સવારે 10 વાગ્યા પહેલા કોલ મળ્યો હતો. જેથી પાયલોટ અતિક શેખ સાથે તેઓ તાત્કાલિક ભટલાઈ ગામ પહોંચી ગયા હતાં. અર્ચનાબેન રામસેવક રાજપૂત(ઉ.વ.આ.24)ના પ્રસૂતિની પીડાથી કણસી રહ્યાં હતાં. અમે તેને એમ્બ્યુલન્સમાં તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાનું વિચારી રહ્યાં હતાં. પરંતુ તપાસ કરતાં જાણવા મળ્યું કે મહિલાની ડિલિવરી તાત્કાલિક કરવી પડે તેમ છે. જેથી અમે વિચાર કર્યા વગર જ કે હોસ્પિટલ લઈ જવાનો સમય બગાડ્યાં વગર જ તાત્કાલિક ડિલિવરી કરવાનો નિર્ણય કર્યો હતો.

નોર્મલ ડિલિવરી કરાવી

મહિલાની ડિલિવરીનો સમય થઈ ગયો હોવાથી વધુ સમયન બગાડતા તાત્કાલિક નોર્મલ ડિલિવરી કરાવી હતી. બાદમાં બાળકને હિટીંગ માટે લાઈટીંગની વ્યવસ્થા કરાવવામાં આવી હતી. બાળકને હિટ આપ્યા બાદ મહિલા અને બાળક બન્નેને વધુ સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાંના તબીબોએ મહિલા અને બાળકની તબિયત નોર્મલ હોવાનું કહ્યું હતું. જેથી 108ની ટીમે ત્યાંથી રજા લીધી હતી.

ત્રીજી ડિલિવરી થઈ

અર્ચના બેને જણાવ્યું હતું કે, આ તેમની ત્રીજી પ્રસુતિ છે અગાઉ એક પુત્રી 4 વર્ષની ત્યારબાદ એક પુત્ર 2 વર્ષનો અને હાલ ફરી પુત્ર જન્મ થયો છે. પરિવારમાં તમામના મોઢે ખુશી દેખાય રહી છે. તેઓ રાજસ્થાનના વતની છે અને એક વર્ષ પહેલાં જ સુરત આવ્યા હતા. તેમના પતિ L&T માં નોકરી કરે છે. ત્રીજી પ્રસૂતિની પીડા સોમવારની રાત્રે થઈ હતી.

પરિવારે 108ની કામગીરીને બિરદાવી

મહિલાના પતિ રામ સેવક રાજપૂતે જણાવ્યું હુતં કે, 108 આ લોકડાઉન દરમિયાન અમારા માટે દેવદૂત બનીને આવી હતી. અમે સવારથી જ ટેન્શનમાં હતાં પરંતુ 108ની ટીમે અમારા ઘરે ખુશીઓ ભરી દીધી છે. અમે તેમના આભારી છીએ. બીજી તરફ 108ની ટીમને લઈને તેમના ઉપરી અધિકારીઓ ઈએમઈ રોશન દેસાઈ અને પીએમ ફૈયાઝ પઠાણે ટીમ પર ગર્વ વ્યક્ત કરતાં કહ્યું લોકો સેફ રહેશે તો અમે સેફ રહીશું.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો