સૌરાષ્ટ્ર કચ્છમાં ભર શિયાળે માવઠું, રવી પાકોમાં નુકશાન થવાની ભીતિએ ખેડૂતોની હાલત દયનીય

ખેડૂતોને આ વખતે ચોમાસું અને શિયાળામાં માવઠાના મારના કારણે પાકમાં નુકસાની વહોરવી પડી છે. ત્યારે આજે ફરી કચ્છ અને સૌરાષ્ટ્રમાં માવઠાએ જગતના તાતને રડવા મજબૂર કર્યો છે. માવઠાને પગલે રવી પાકોમાં નુકસાન થવાની ભીંતિ છે. જીરું, ચણા, ઘઉં, બટાટા સહિતના પાકોમાં નુકશાન થવાની શક્યતા છે.

કચ્છ સૌરાષ્ટમાં ભારે વરસાદ

આજે વહેલી સવારે કચ્છના ગાંધીધામ, અંજાર, ભચાઉ, ભુજ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો. જ્યારે સૌરાષ્ટ્રના રાજકોટ, દ્વારકા, જામનગર અને મોરબી જિલ્લામાં માવઠું થતાં ખેડૂતો ચિંતામાં પડ્યા હતા. બોટાદમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો  હતો.

મધ્યગુજરાતમાં પણ વાદળછાયું વાતાવરણ

વડોદરા, મહીસાગર, દાહોદ, પંચમહાલ સહિતના જિલ્લાઓમાં પણ સવારે વાદળછાયું વાતાવરણ રહ્યું હતું.

ઉત્તર ગુજરાતમાં વાતાવરણમાં પલટો

બનાસકાંઠામાં પણ આજે વાતાવરણમાં પલટો આવ્યો હતો. આકાશ વાદળમય થતાં ચોમાસા જેવા માહોલ થયો હતો. અમીરગઢ સૂઈગામ સહિત કેટલીક જગ્યાએ ઝરમર વરસાદ પડ્યો હતો. અન્ય વિસ્તારોમાં વરસાદ થવાની શક્યતા છે. રવી પાકોમાં નુકસાનની ભીંતિથી ખેડૂતો ચિંતીત છે.

માંગરોળમાં રસ્તાઓ પર પાણી વહ્યા

જૂનાગઢ જિલ્લાના માંગરોળમાં બસસ્ટેન્ડ, ટાવર ચોક સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. જ્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ વરસાદી છાંટા પડ્યા હતા. મોરબી જિલ્લામાં કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતિત બન્યા છે. એક તરફ ગાઢ ધુમ્મસ અને બીજી તરફ વરસાદથી ખેડૂતો પર પડ્યા પર પાટા સમાન સ્થિતિ સર્જાઇ છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો