No Vaccine, No school : 2 લાખથી વધુ વાલીઓએ કહ્યું જુલાઇમાં અમે અમારા બાળકોને સ્કૂલે નહીં મોકલીએ
કોરોના વાયરસ (Coronavirus)ના કારણે દેશમાં લાગુ કરવામાં આવેલ લોકડાઉન 4.0 (Lockdown 4.0) હવે પૂર્ણ થઇ ગયું છે. સરકાર સ્થિતિ સામાન્ય થવાની રાહ જોઇ રહી છે. અને અનલોક લોકડાઉનમાં આ નવા ચરણમાં ચર્ચા ચાલી રહી છે કે જુલાઇથી રાજ્ય સરકાર શાળાઓ ખોલવા પર વિચાર કરશે. ઉલ્લેખનીય છે કે 16 માર્ચથી જ દેશભરના શાળા-કોલેજ બંધ પડ્યા છે. ત્યારે હવે શૈક્ષિણક સંસ્થાનોમાં શિક્ષકોને બોલવવા પ્રયાસો શરૂ થઇ ગયા છે. પણ વિદ્યાર્થીઓને ક્યારથી બોલવવા તે સિવાલ પર હાલ કોઇ નિર્ણય નથી લેવામાં આવ્યો. કેન્દ્ર સરકારે સ્પષ્ટ કર્યું છે કે પરિસ્થિતિને જોઇને સ્કૂલ અને કોલેજને જુલાઇમાં ખોલવા અંગે નિર્ણય લઇ શકાય છે. આ વચ્ચે દેશભરના તમામ વાલીઓ જુલાઇથી શાળા ખોલવાને લઇને એકજૂટ થઇ રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
કેન્દ્ર સરકારના જુલાઇમાં શાળા અને કોલેજ ખોલવાનું વિચારે છે ત્યારે વાલીઓનું માનવું છે કે સ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી સ્કૂલો ન ખોલવી જોઇએ. આ માટે તેમણે ઓનલાઇન અરજી (Online Petition) શરૂ કરી છે. જેમાં વાલીઓ બાળકોને શાળામાં મોકલવા માટે એક શર્ત રાખી છે. 24 કલાકમાં આ અરજી પર દેશભરના બે લાખથી વધુ વાલીઓએ હામી ભરી છે. અને આ આંકડો વધી રહ્યો છે.
પેરેન્ટ્સ એસોસિએશને એક ઓનલાઇન અરજી Change.org Title – No Vaccine, no school શરૂ કર્યું છે. જે હેઠળ જ્યાં સુધી વેક્સિન ન તૈયાર થાય ત્યાં સુધી શાળાઓ ચાલુ ન કરવાનું કહેવામાં આવ્યું છે. આ ઓનલાઇન અરજીમાં 2 લાખથી વધુ વાલીઓએ અત્યાર સુધીમાં હસ્તાક્ષર કર્યા છે. અરજીમાં તે પણ કહેવામાં આવ્યું છે કે રાજ્યમાં કોવિડ 19ના કેસ શૂન્ય ન થઇ જાય કે પછી કોરોનાની કોઇ વેક્સીન ન આવે ત્યાં સુધી અમે અમારા બાળકોને શાળામાં નહીં મોકલીએ.
અરજીમાં સ્કૂલ અને કોલેજ ત્યાં સુધી ન ખોલવાની વાત કહી છે જ્યાં સુધી પરિસ્થિતિ સામાન્ય ન થઇ જાય. ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસનું સંક્રમણ દેશભરમાં સતત વધી રહ્યો છે. ત્યારે વાલીઓ પોતાના બાળકોને સ્કૂલ ન મોકલવાના પક્ષમાં છે. જો કે સાથે જ વાલીઓએ આ સમયમાં બાળકોને ઓનલાઇન શિક્ષણ આપવાની વાત કહી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..

