લોકડાઉનમાં મસાલા-સિગારેટ ન મળતાં વ્યસન મુકીને બચેલાં રૂપિયાથી રાશન કિટ વહેંચી, આને કહેવાય સદ્કાર્ય!

કોરોના મહામારીના કારણે લોકડાઉનની પરિસ્થિતિમાં ગુજરાતમાં નાના-મોટા ધંધા – વ્યવસાય બંધ થયા હતા. જેના કારણે આ ધંધા- વ્યવસાય સાથે સંકળાયેલા પરિવારોની સાથે દરરોજ પાન – મસાલા- ધુમ્રપાન કરતાં લોકો માટે પણ મુશ્કેલી ઉભી થઈ હતી. આ વિકટ પરિસ્થિતિમાં ધુમ્રપાન કરતા લોકો મકકમ મનોબળ સાથે તેમના વ્યસનોને તિલાંજલી આપવા અને આફતને અવસરમાં બદલવા કાર્યશીલ બન્યા છે, જેના પરિણામે આજે અનેક લોકો વ્યસનોથી મુકત થયા છે. જયારે કેટલાક લોકો આ મહામારીના સમયમાં તેમના વ્યસનો બંધ થતા તેની બચત રકમમાંથી જરૂરીયાતમંદ લોકોને મદદરૂપ બની અન્યોને પ્રેરણા પુરી પાડી રહયા છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા નાનકડા ગામ તાવીના યુવાનોએ આવું જ પ્રેરણાદાયી કાર્ય કર્યું છે. લોકડાઉનની પરિસ્થિતિમાં પાન-મસાલાની દુકાનો બંધ થતા તાવીના આ યુવાનોનું પાન-મસાલા ખાવાનું પણ બંધ થયું, તેના કારણે તેમની પાસે બચત થયેલી રકમમાં ગામના અન્ય યુવાનોએ તેમની પોતાની રકમ ઉમેરીને રૂપિયા 50 હજારથી વધુની રકમની રાશન કિટ બનાવી ગામના કન્ટેનમેન્ટ વિસ્તારમાં રહેલાં જરૂરીયાતમંદ પરિવારોને પહોંચાડીને અન્યોને પ્રેરણા પુરી પાડી રહયા છે.

તાવી ગામની આ યુવા ટીમને તેમના આ સેવાકીય કાર્ય માટે નેતૃત્વ પુરૂ પાડી રહેલા બલવિરસિંહ રાણા જણાવે છે કે, અમારી ટીમના કેટલાક યુવાનો પાન-મસાલા ખાતા હતા. પરંતુ લોકડાઉનની પરિસ્થિતિમાં પાનની દુકાનો બંધ થતા પાન-મસાલા મળતા બંધ થયા અને તેના કારણે અમારા ગામના યુવાનોની પાન-મસાલા પાછળ જે રકમ ખર્ચાતી હતી તે રકમની બચત થતા અમે બધાએ ભેગા થઈ આ બચત થયેલ રકમમાં અમારા તરફથી પણ એક ચોક્કસ રકમ ઉમેરીને અમારા ગામના કન્ટેનમેન્ટ વિસ્તારમાં રહેલા 16 જેટલાં દેવીપૂજક પરિવારોને રાશન આપવાનો નિર્ણય કર્યો.

તાવીમાં લોકડાઉન પહેલાં બે જ દેવીપૂજક પરિવારો હતા, પરંતુ કોરોનાની મહામારીના કારણે આ જ ગામના અન્ય 14 જેટલાં પરિવારો 2 મહિના પહેલાં જ મુંબઈથી અહીં આવી ગયા હતા. તે તમામ પરિવારના કુલ મળી 80 જેટલાં વ્યકિતઓ માટે ભરણપોષણની મુશ્કેલી હતી. તેવામાં તાજેતરમાં તાવીમા આવેલા દેવીપૂજક પરિવારના બહેનને કોરોના પોઝિટીવ આવતા આ વિસ્તારને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરી, ત્યાં અવર-જવર ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો. જેના કારણે આ દેવીપૂજક પરિવારોની આર્થિક સ્થિતિ વધુ ખરાબ બની.

તાવીના આ યુવાનોએ પોતાના ગામના આ પરિવારોનું કોઈપણ વ્યકિત ભૂખ્યુ ન સૂવે એ માટે ભેગા મળી 5 કિલો ઘઉંનો લોટ, 1 કિલો બટેટા, 1 કિલો ડુંગળી, દોઢ લીટર તેલ, 500 ગ્રામ મરચું, 250 ગ્રામ હળદર, 250 ગ્રામ જીરુ, 500 ગ્રામ ચા અને 1 કિલો ખાંડની કિટ બનાવી પ્રત્યેક પરિવાર દિઠ 1-1 કિટ આપી. એટલું જ નહી, આ દેવીપૂજક પરિવારના બાળકો દૂધ વગરના ન રહે તે માટે સવાર-સાંજ દૂધની એક-એક કોથળી અને છાશ પણ તેઓ આપી રહ્યાં છે.

બલવીરસિંહ કહે છે કે, અમે સૌ યુવાનોએ પહેલા આ પરિવારોનો સર્વે કરી, ત્યાર બાદ તેમની જરૂરિયાત મુજબની રાશનની કિટ તૈયાર કરી તેમના કન્ટેન્મેન્ટ વિસ્તાર સુધી પહોંચાડવામાં આવે છે. ત્યાંથી તેમના આગેવાન તે કિટ મેળવીને તમામ પરિવાર સુધી પહોંચાડે છે. આ ઉપરાંત કોઈપણ પરિવારને કોઈ ચીજ-વસ્તુની જરૂરીયાત પડે તો તેમના દ્વારા અમને મોબાઈલથી જાણ કરવામાં આવતા અમે તુરંત જ તેમના સુધી તે વસ્તુ પહોંચાડીએ છીએ. આ ઉપરાંત ગરમીની સીઝન હોવાથી આ પરિવારોને ભોજનમાં છાશ મળી રહે તે માટે અમે ગામમાંથી છાશ લાવીને તેને પ્લાસ્ટીકની થેલીમાં પેક કરી પરિવારો સુધી પહોંચાડીએ છીએ.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો