‘તમે પોલીસવાળા લૂંટવા બેઠા છો, માસ્કનો દંડ નહીં ભરું,’ એવું કહીને અમદાવાદમાં ચાલકે પોલસકર્મીના પગ પર વાહન ચડાવી દીધું

એક તરફ માસ્ક (Mask) ન પહેરવા બદલ પોલીસ કાર્યવાહી કરી રહી છે, ત્યારે મસમોટા દંડ (No mask fine)ને હવે પોલીસ (Gujarat police) લોકોના રોષનો ભોગ બની રહી છે. બીજી તરફ દંડની કાર્યવાહીથી હવે પોલીસ પણ કંટાળી છે. અમદાવાદ શહેર (Ahmedabad city coronavirus)માં દંડની રકમ મામલે પોલીસ સાથે ઘર્ષણનો એક બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે. માસ્ક ન પહેરેલા એક વાહન ચાલકને રોકતા તેણે પોલીસ સાથે ઘર્ષણ કર્યું હતું. ચાલકે પોલીસકર્મીને લુખ્ખા હોવાનું કહી લૂંટી રહ્યા હોવાનો આક્ષેપ કર્યો હતો. એટલું જ નહીં, ચાલકે પોતાનું વાહન પોલીસકર્મી પર ચઢાવી દીધું હતું.

ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ રજુસિંહ કારગીલ પેટ્રોલ પંપ પર ફરજ બજાવી રહ્યા હતા ત્યારે એક વાહન ચાલક માસ્ક પહેર્યા વગર ત્રણ સવારીમાં નીકળ્યો હતો. પોલીસે તેઓને રોકતા દંડ ભરવાનું જણાવ્યું હતું. જેથી વાહન ચાલક ચીમનભાઈ ઉર્ફે દિવેશ મેર પોલીસ સાથે બબાલ કરવા લાગ્યો હતો.

ચાલક દિવેશ મેર પોલીસ સાથે બબાલ કરી પોતે વાહન પર બેસી ગયો હતો. બાદમાં તે વાહન લઈને અન્ય બે મહિલાઓને બેસાડી ભાગવા ગયો હતો. પોલીસે રોકતા તેને રોકતા ચાલકે પોલીસકર્મીના બંને પગ પર વાહન ચઢાવી દીધું હતું. આ ઉપરાંત ‘તમે પોલીસ વાળા લૂંટવા બેઠા છો, લુખ્ખા છો, દંડ નહીં ભરુ’ એમ કહી ઘર્ષણ કર્યું હતું. આ મામલે પોલીસકર્મીએ આ વાહન ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો