નિઝામુદ્દીન મસ્જિદ ખાલી નહોતા કરી રહ્યા મૌલાના, રાત્રે 2 વાગ્યે પહોંચીને અજીત ડોભાલે સંભાળી બાજી

દિલ્હીનાં નિઝામુદ્દીન વિસ્તારમાં થયેલા ધાર્મિક સમારંભ બાદ ત્યાંની બંગલાવાળી મસ્જિદને ખાલી કરાવવાનું કામ શરુ કરવામાં આવ્યું હતુ. ત્યાંથી મોટી સંખ્યામાં લોકોને હોસ્પિટલ લઇ જઇને તેમની કોરોના વાયરસ સંક્રમણની તપાસ કરાવવામાં આવી હતી, પરંતુ આ બધું એટલું પણ સરળ નહોતુ. ઉલ્લેખનીય છે કે મસ્જિદનાં મૌલાના સાદ મસ્જિદને ખાલી કરાવવા પર રાજી નહોતા. આવામાં રાષ્ટ્રિય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલે મહત્વની ભૂમિકા નીભાવી હતી. તેઓ મોડી રાત્રે 2 વાગ્યે મસ્જિદ પહોંચ્યા હતા. ત્યારબાદ જ પોલીસનું ‘ઑપરેશન મરકઝ’ શરુ થઈ શક્યું હતુ.

મૌલાના વાત માનવાથી કહી રહ્યા હતા ના, પહોંચ્યા ડોભાલ

એક રિપોર્ટ્સ પ્રમાણે નિઝામુદ્દીન મરકઝનાં પ્રમુખ મૌલાના સાદે બંગલાવાળી મસ્જિદને ખાલી કરાવવા માટે દિલ્હી પોલીસ અને સુરક્ષા એજન્સીઓની વાત માનવાથી ના કહી દીધી હતી. તેઓ મસ્જિદને ખાલી કરવા તૈયાર નહોતા. આવામાં ગૃહમંત્રી અમિત શાહે રાષ્ટ્રિય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલને ઘટનાસ્થળે પહોંચીને સ્થિતિ સંભાળવા કહ્યું હતુ.

વિદેશથી પણ આવ્યા હતા લોકો

ગૃહ મંત્રાલયનાં ઉચ્ચ અધિકારીઓ અનુસાર, ડોભાલ 28-29 માર્ચ દરમિયાન રાતનાં લગભગ 2 વાગ્યે નિઝામુદ્દીન મરકઝ પહોંચ્યા હતા. ત્યારબાદ તેમણે મૌલાના સાદ સાથે ત્યાં રહેલા લોકોની કોવિડ-19 સંક્રમણની તપાસ કરવા માટે કહ્યું હતુ. શાહ અને ડોભાલ બગડતી સ્થિતિ વિશે જાણતા હતા. સુરક્ષા એજન્સીઓએ તેંલગાનાનાં કરીમનગરમાં 9 ઇન્ડોનેશિયાઈ લોકોનાં કોરોના પોઝિટિવ મળી આવ્યા બાદ તેમને ટ્રેક કર્યા હતા. તેઓ તમામ મરકઝથી આવ્યા હતા.

ડોભાલની દખલ બાદ આગળ વધ્યું ઑપરેશન

સુરક્ષા એજન્સીઓએ બીજા દિવસે આના સંબંધમાં તમામ રાજ્યોની પોલીસને એલર્ટ મોકલ્યું હતુ. એનએસએ અજીત ડોભાલની દખલ બાદ જ મરકઝે 27, 28 અને 29 માર્ચનાં 167 તબલીગી કાર્યકર્તાઓને હૉસ્પિટલમાં ભરતી થવાની પરવાનગી આપી હતી. ડોભાલનાં હસ્તક્ષેપ બાદ જમાતનાં શીર્ષ નેતા મસ્જિદની સફાઈ કરવા માટે પણ માન્યા હતા. ડોભાલે છેલ્લા દશકોમાં ભારત અને વિદેશોમાં અલગ અલગ મુસ્લિમ આંદોલનો સાથે ઘણા ગાઢ સંબંધ બનાવ્યા છે. તેઓ લગભગ તમામ મુસ્લિમ ઉલેમાઓને જાણે છે અને દેશ માટે રાષ્ટ્રિય રણનીતિ બનાવવા માટે તેમની સાથે સમય પસાર કરે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો