અમદાવાદથી પગપાળા રાજસ્થાન જતાં શ્રમિકોની વહારે આવ્યા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, શ્રમિકોને ભરપેટ જમાડીને બસની વ્યવસ્થા કરી આપી

લોકડાઉનના કારણે શહેરોમાં કામ માટે આવેલા શ્રમિકો અને નાના રોજગાર-ધંધા કરીને ગુજરાન ચલાવતા લોકોની પરિસ્થિતિ કપરી બની રહી છે. પૈસા ના આવતા હોવાના કારણે તેમને ખાવાના અને રહેવાના ફાંફા પડી રહ્યા છે આવામાં તેઓ પોતાના વતનમાં પરત ફરી રહ્યા છે. જોકે, વાહનો અને રેલવે વ્યવસ્થા બંધ કરાઈ હોવાથી તેમને ચાલીને જવું પડી રહ્યું છે. આવામાં એક વિડીયો સામે આવ્યો છે જેમાં નીતિન પટેલ પગપાળા પોતાના વતન થઈ રહેલા મજૂરોને મદદ કરતા દેખાય છે.

બુધવારે ગાંધીનગર ખાતે આવા 700થી વધારે શ્રમિકો ચાલતા પોતાના વતન જઈ રહ્યા હતા. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને આ વાત ધ્યાનમાં આવતા તેઓ ખુદ હાઇવે પર દોડી ગયા હતા.

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આ લોકો સાથે વાતચીત કરી હતી અને તેમને પડતી તકલીફો જાણી હતી. જે બાદમાં તેમણે સ્થળ પરથી જ ગૃહમંત્રી પ્રદીપસિંહ તેમજ અન્ય અધિકારીઓને ફોન કરીને ત્યાં બોલાવ્યા હતા.

આ ઉપરાંત પગપાળા વતન જઈ રહેલા લોકો માટે નાયબ મુખ્યમંત્રીએ ભોજનની વ્યવસ્થા કરી હતી. એટલું જ નહીં આરોગ્ય કર્મીઓની ટીમને બોલાવી શ્રમિકોના સ્વાસ્થ્યની પણ તપાસ કરાવી હતી.

દેશભરમાં લોકડાઉનના કારણે રોડ, રેલવે અને હવાઈમાર્ગ પર રોક લગાવી દેવામાં આવી છે એમાં લોકોને કોરોના વાયરસ સામે જંગ લડવા માટે 21 દિવસ સુધી ઘરમાં જ રહેવાની સૂચના આપવામાં આવી છે. બીજી તરફ શહેરોમાં કામ માટે આવેલા શ્રમિકો અટવાઈ પડ્યા છે. આજ સ્થિતિ દેશની સાથે ગુજરાતમાં પણ જોવા મળી છે અહીં ખાસ કરીને મધ્યપ્રદેશ, રાજસ્તાન અને ગુજરાતના છેવાડાના વિસ્તારોમાંથી મજૂરી કામે આવેલા લોકો હવે પગપાળા પરત જવા માટે મજબૂર બન્યા છે.

નોંધનીય છે કે, રાજસ્થાન દ્વારા અન્ય રાજ્યમાંથી આવી રહેલા લોકો પર રોક લગાવી દેવામાં આવી છે. હવે ગુજરાતથી રાજસ્થાન બોર્ડર સુધી શ્રમિકોને પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી છે પણ તેમને રાજસ્થાનમાં પ્રવેશ મળશે કે નહીં તે મોટો સવાલ છે. કારણ કે રાજસ્થાન સરકાર દ્વારા ફરમાન કરવામાં આવ્યું છે કે, વ્યક્તિ રાજસ્થાનની હોય પણ તે હાલ અન્ય રાજ્યમાં હોય તો ત્યાં જ રહેવું જોઈએ.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો