90 વર્ષના અંધ વૃદ્ધાની વહારે આવ્યા ખજૂરભાઈ, રાજીમાનું ઘર બનાવી આજીવન જમાડવાનું વચન આપ્યું

નીતિન જાનીને એટલે કે ખજૂરને ગુજરાતના સોનુ સૂદનું બિરુદ મળ્યું છે. નીતિન જાની એક યુટ્યુબર છે અને તે તાઉતે વાવઝોડામાં જે લોકોના ઘરને નુકસાન થયું હતું તે લોકોના ઘર બનાવી આપીને લોકોને આશરો આપી રહ્યો છે. નીતિન જાનીનાં કામથી લોકો પણ તેની ખૂબ જ સરાહના કરી રહ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

ત્યારે નીતિન જાનીએ એક 90 વર્ષના વૃદ્ધ અને આંખેથી ન દેખતા માજીનું મકાન બનાવી આપીને તેને આશરો આપ્યો છે અને જ્યાં સુધી આ માજી જીવે ત્યાં સુધી તેમના જમનાનો ખર્ચ નીતિન જાનીએ ઉઠાવવાનો નિર્ધાર કર્યો છે. નીતિન જાનીને લોકો ખજૂરના નામે ઓળખે છે. નીતિન જાનીએ ઘણા લોકોને આશરો આપ્યો હોવાના કારણે કેટલાક ઘરમાં તો તેનો ફોટો લગાવીને લોકો તેની પૂજા પણ કરી રહ્યા છે.

રિપોર્ટ અનુસાર દોણેશ્વરથી 65 કિલોમીટરના અંતરે દોલતી નામનું એક ગામ આવેલું છે. આ ગામમાં 90 વર્ષના વૃદ્ધ રાજીમાં રહે છે. રાજીમાંને છેલ્લા 10 વર્ષથી દેખાતું ન હોવાના છતાં પણ તેઓ ઘરના બધા કામ એકલા હાથે કરે છે. તે ભજીયા, પૂરી, ખીચડી, રોટલી, રોટલો પોતાના હાથે જ બનાવે છે. રાજીમાંને કોઈ સંતાન ન હોવાના કારણે તેઓ એકલવાયું જીવન જીવતા હતા અને તેમનું મકાન ખૂબ જ જર્જરિત થઇ ગયું હતું.

આ વાતની જાન નીતિન જાની એટલે કે ખજૂરને થતા તેને રાજીમાંના ઘરની મુલાકાત લીધી હતી અને ત્યારબાદ તેમને મકાન બનાવી આપવાનું વચન આપ્યું હતું. આ ઉપરાંત દોલતી ગામમાં રાજીમાંના ઘરની સાથે-સાથે અન્ય એક વૃદ્ધાનું મકાન પણ નીતિન જાનીએ બનાવી આપ્યું હતું. મકાન નવું થઇ ગયું હોવાનાથી રાજીમાં ખૂબ ખૂશ થયા હતા અને નીતિન જાનીના આ કામની ગામ લોકોએ પણ ખૂબ સરાહના કરી હતી.

રાજીમાંએ તેમની વેદના વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, હું એકલી રહું છું. મારે કોઈ નથી. મારા પતિ 30 વર્ષથી મૃત્યુ પામ્યા છે. મને 10 વર્ષથી નથી દેખાતું. હું પહેલા શાળામાં પાણી ભરતી અને મધ્યાહન ભોજનમાં કામ કરતી હતી.

મકાન બન્યા બાદ રાજીમાંએ નીતિન જાનીને કહ્યું હતું કે, આવાને આવા કામ કરતા રહેજો અને મારા જેવીને સાચવતા રહેજો. મારા બાપ તમારા જેવા માણસ દુનિયામાં ક્યાય હોય નહીં. હું ખૂબ જ રાજી છું.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો