પેટ્રોલ-ડીઝલ ભાવ વધારા માટે UPA સરકાર અને રશિયા જવાબદારઃ નિર્મલા સીતારમન

પેટ્રોલ-ડીઝલના ભાવ સતત વધવા પાછળ કેન્દ્ર સરકારે રશિયાને જવાબદાર ગણાવ્યું છે. નાણામંત્રી નિર્મલા સીતારમને કહ્યું કે, પૂર્વની UPA સરકારના ક્રૂડ બોન્ડ અને રશિયાના યૂક્રેન પર હુમલાના કારણે પેટ્રોલ-ડીઝલના ભાવ વધી રહ્યા છે. રાજ્યસભામાં એક સવાલના જવાબમાં તેમણે કહ્યું, ગ્લોબલ માર્કેટમાં સપ્લાઇ બાધિત થવાને કારણે પાછલા અમુક અઠવાડિયાથી ક્રૂડ ઓઇલની કિંમતોમાં મોટો ઉછાળો આવ્યો છે. આ ઉપરાંત પૂર્વની UPA સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા 2 લાખ કરોડ રૂપિયાના ઓઇલ બોન્ડની અસર પણ પેટ્રોલ-ડીઝલની કિંમતો પર પડી રહી છે. જોકે, સરકાર આના માટે સતત યોગ્ય પગલા લઇ રહી છે.

2026 સુધી અસર જોવા મળશે
નાણામંત્રીએ કહ્યું, ઓઇલ બોન્ડની અવેજમાં વર્ષ 2026 સુધી વ્યાજની ચૂકવણી કરવાની છે. તેની સીધી અસર કરદાતાઓના પૈસા પર પડશે. એક દશકા પહેલા બહાર પાડવામાં આવેલા ઓઇલ બોન્ડનો બોજો કરદાતાઓએ આજે પણ ભોગવવો પડી રહ્યો છે. જેના પરિણામસ્વરૂપે રિટેલ માર્કેટમાં પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં વધારો થઇ રહ્યો છે.

સેસ અને સરચાર્જ પર આપ્યો આ જવાબ
વિપક્ષ દ્વારા વધારે સેસ અને સરચાર્જ વસૂલવાના સવાલ પર સીતારમને કહ્યું, આનો ઉપયોગ સામાજિક સુરક્ષાવાળી યોજનાઓમાં થાય છે. 2013 થી 2022-23 સુધી હેલ્થ અને એજ્યુકેશન સેસના રૂપમાં 3.8 લાખ કરોડ વસૂલવામાં આવ્યા છે. જ્યારે 3.90 લાખ કરોડ ખર્ચ કરવામાં આવ્યા. જેમાં મોટા ભાગની રકમ કેન્દ્ર તરફથી રાજ્યોમાં ચાલી રહેલી સાર્વજનિક યોજનાઓ પર ખર્ચ કરવામાં આવી છે.

સીતારમને કહ્યું, કેન્દ્ર સરકાર કોરોનાકાળમાં વધેલા ખર્ચની વસૂલાતની સાથે રાજ્યોના ટેક્સ વસૂલીમાં આવી રહેલી અછતની પણ ક્ષતિપૂર્તિ કરી રહી છે. 28 ફેબ્રુઆરી સુધીમાં અમે 43 હજાર કરોડ રૂપિયા વધુ રાજ્યોને ચૂકવ્યા છે. સીતારમને એયર ઈન્ડિયામાં સરકાર દ્વારા પૈસા લગાવવા પર પૂર્વ નાણામંત્રી પી ચિદમ્બરમના સવાલ ઊઠાવવા પર પણ વળતો જવાબ આપ્યો અને કહ્યું કે, ઘણાં વર્ષોથી સરકારો દ્વારા આવું જ કરવામાં આવી રહ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, પેટ્રોલ અને ડીઝલ બંનેની કિંમતો ઘણાં રાજ્યોમાં 100ને પાર કરી ગઇ છે. જે પેટ્રોલ અને ડીઝલ નાગરિકોને 70 રૂપિયાના ભાવે મોંઘુ લાગતું હતું તેને આજની તારીખમાં લોકો મજબૂરીમાં 100 રૂપિયા પ્રતિ લીટર કે તેનાથી વધુ કિંમતે ખરીદી રહ્યા છે. પાંચ રાજ્યોની ચૂંટણી સમાપ્ત થતા ઈંધણના ભાવ ફરી વધ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો