તિહાડ જેલમાં બંધ નિર્ભયા ગેંગરેપના ચારેય દોષિઓને ફાંસી પર લટકાવાની તૈયારીઓ શરૂ, ફંદા માટે આપી દેવાયો ઓર્ડર

તિહાડ જેલમાં બંધ નિર્ભયા ગેંગરેપના ચારેય દોષિઓને ફાંસી પર લટકાવવાના કેસમાં હજુ સુધી તિહાડ જેલ પ્રશાસનની પાસે કોઇ અંતિમ લેટર મળ્યો નથી. પરંતુ તેની પહેલાં જ જેલ પ્રશાસને પોતાની તરફથી તૈયારીઓ શરૂ કરી દીધી છે. તેના અંતર્ગત જો આ ચારેયને ફાંસી આપી છે તો તેમાંથી વધુ વજનવાળા કેદીને વજન પ્રમાણે એક ડમીને ફાંસી આપીને જોવામાં આવ્યું. ડમીમાં 100 કિલોગ્રામ રેતી ભરાઇ હતી. ડમીને એક કલાક સુધી ફાંસીના તખ્તા પર લટકાઇ રાખ્યા. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે 16મી ડિસેમ્બર સુધીમાં લટકાવી દેશે.

તેની પાછળનો હેતુ એ હતો કે જો દોષીઓને ફાંસી આપવામાં આવે છે તો શું ફાંસી આપનાર તેઓ સ્પેશ્યલ દોરડું તેના વજનથી તૂટી તો નહીં જાય ને. કારણ કે 9 ફેબ્રુઆરી 2013ના રોજ જ્યારે સંસદ પર હુમલાના દોષિત આતંકવાદી અફઝલને ફાંસી પર લટકાવામાં આવ્યો હતો. ત્યારે એની પહેલાં પણ તેના વજનની ડમીને ફાંસી આપવાનો ટ્રાયલ કરાયો હતો. આ ટ્રાયલમાં દોરડુંતૂટી ગયુ હતું. આ વખતે ચાર કેદીઓનો કેસ છે. તેના લીધે જેલ પ્રશાસન ફાંસી આપતા સમયે કોઇ ચાન્સ લેવા માંગતુ નથી.

બકસરથી મંગાવામાં આવ્યા છે દોરડા

તિહાડ જેલના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે એવું નથી કે ફાંસી આપવા માટે તમામ દોરડા બકસરથી જ મંગાવાશે. અમારી પાસે પાંચ દોરડા હજુ પણ છે પરંતુ અમે બકસર પ્રશાસન સાથે સંપર્ક કરી રહ્યા છીએ. ત્યાંથી ફાંસી આપનાર સ્પેશ્યલ 11 દોરડા મંગાવાની વાત છે. તેને ટૂંક સમયમાં જ મંગાવી દેવાશે. કારણ કે જો આ ચારેયની ફાંસી આપવામાં આવે છે તો તિહાડ જેલની પાસે જે પાંચ દોરડા છે તે ઓછા પડી જશે. તેમાંથી એક-બે દોરડાથી ટ્રાયલ પણ કરવાના છે.

યુપીથી મંગાવી શકાય છે જલ્લાદ

અધિકારીઓનું કહેવું છે કે આમ તો ફાંસી આપવા માટે જલ્લાદની કોઇ જરૂર નથી. પરંતુ તેમ છતાંય જરૂરિયાત પડી તો યુપી, મહારાષ્ટ્ર કે પછી બંગાળથી જલ્લાદ બોલાવી શકે છે. તેના માટે શોધખોળ શરૂ કરી દેવાઇ છે. નિર્ભયાના ચાર દોષીમાંથી એક પવનને મંડોલીની જેલ નંબર-14માંથી તિહાડ જેલ નંબર-2માં શિફ્ટ કરી દેવાયો છે. આ જેલમાં નિર્ભયાના ચારેય દોષિતમાંથી બે અક્ષય અને મુકેશ પણ બંધ છે. જ્યારે વિનય શર્મા જેલ નંબર-4મા કેદ છે.

જેલ નંબર-3માં જ છે ફાંસીનો તખ્તો

અધિકારીઓનું કહેવું છે કે હાલમાં તિહાડ જેલમાં ચારેય બાજુ નિર્ભયાના દોષિતોને જ ફાંસી પર લટકાવાની વાતો થતી રહે છે. તેનાથી તેઓ પણ હવે ડરવા લાગ્યા છે. જ્યારે પવનને મંડોલીથી તિહાડ જેલમાં શિફ્ટ કરાયો હતો. એક વારતો તેને એવું લાગ્યું હતું કે તેની છેલ્લી રાત છે. જેલ પ્રશાસનનું કહેવું છે કે રોહિણી, મંડોલી અને તિહાડમાંથી તિહાડની જેલ નંબર-3માં જ ફાંસીનો તખ્તો છે. ઉગી રહેલા ઘાસને સાફ કરી દેવાયું છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો