નિલકંઠ ધામ પોઈચાની કેન્ટિનમાં જીવાત નીકળતા બબાલ થયાનો વીડિયો વાઈરલ

નર્મદા જિલ્લાના નર્મદા કાંઠે આવેલા નિલકંઠ ધામ, પોઇચા દર્શનાર્થે ગયેલા પરિવારે કેન્ટીનમાંથી જમવાનું મંગાવ્યું હતું. જમવામાં જીવાત નીકળતા પરિવારે ભારે હોબાળો મચાવી મુક્યો હતો. જે વિડીયો વાયરલ થતાં ફૂડ સેફ્ટી વિભાગ દોડતું થયું છે.

સ્વચ્છતા સામે સવાલો ઉભા થયા

નિલકંઠ ધામ, પોઇચા ખાતે ભરૂચ પંથકનું એક પરિવાર ફરવા માટે ગયું હતું. પરિવાર દ્વારા કેન્ટીનમાંથી જમવાનું મંગાવ્યું હતું. જમવાની એક થાળીમાં જીવાત ફરતી હોઇ, પરિવારે કેન્ટીનના વહીવટકર્તાઓને બતાવી રજૂઆત કરી હતી. કેન્ટીનના કર્મચારીઓએ આ જીવાત થાળીમાં કેન્ટીનની અંદરથી નહિં, પરંતુ, બહારથી પડી હોવાનો લુલો બચાવ કરવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે જમવાની થાળીમાં જીવાત હોવાનો આક્ષેપ કરનાર પરિવારે કેન્ટીનની અંદરની સ્વચ્છતા બતાવવા માટે જીદ કરતા કેન્ટીનના કર્મચારીઓએ જીવાતનો આક્ષેપ કરનાર પરિવારને કેન્ટીનમાં આવવા દેવાનો સ્પષ્ટ ઇન્કાર કર્યો હતો. જીવાતનો આક્ષેપ કરનાર પરિવાર સાથે કેન્ટીનના સંચાલકોએ ઉધ્ધતાઇભર્યું વર્તન પણ કર્યું હતું. જે સમગ્ર વિડીયો વાયરલ થતા, નિલકંઠ ધામના કેન્ટીનની સ્વચ્છતા સામે સવાલો ઉભા થયા છે.

આક્ષેપ પાયા વિહોણાઃવહીવટકર્તા

નિલકંઠ ધામ, પોઇચાના મુખ્ય વહીવટકર્તા કેવલ્યમ્ સ્વામીએ ટેલિફોનિક વાતચિતમાં જણાવ્યું હતું કે, ભરૂચ તરફના કોઇ પરિવારે કેન્ટીનના જમવામાં જીવાત હોવાનો આક્ષેપ કર્યો હતો. વાસ્તવમાં આ જીવાત કેન્ટીનમાંથી નહિં પરંતુ, થાળી ટેબલ ઉપર મુક્યા બાદ પડેલી છે. વિડીયો વાયરલ થયા બાદ રાજપીપળા ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા પણ તપાસ કરવામાં આવી હતી. જેમાં કેન્ટીનની સ્વચ્છતામાં કોઇ ખામી ન હોવાનું જણાવ્યું હતું. આજે પણ રાજપીપળા ફૂડ સેફ્ટી વિભાગની ટીમ તપાસ માટે આવનાર હતી. પરંતુ, હું બહાર હોવાથી વધુ મને કંઇ ખબર નથી. પરંતુ, ભરૂચના પરિવારે જમવાની થાળીમાં જીવાત હોવાનો મુકેલ આક્ષેપ પાયાવિહોણો છે. અમે અમારી કેન્ટીનમાં સ્વચ્છતાનું પૂરતું ધ્યાન રાખીએ છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો