રાજ્યમાં વધુ છૂટછાટની તૈયારી: નાઇટ કર્ફ્યૂના સમયમાં ઘટાડો થઈ શકે છે, જુલાઈના અંતે મલ્ટિપ્લેક્સ, સિનેમા હૉલ અંગે લેવાશે નિર્ણય
રાજ્ય સરકાર સહિત સમગ્ર દેશ અત્યારે કોરોનાની થર્ડ વેવ આવશે કે નહીં એ બાબતે ચિંતાતુર છે ત્યારે કોરોનાને કારણે લદાયેલા પ્રતિબંધો કેટલા હળવા અને કડક રહેશે એ બાબતે રાજ્ય સરકારે પણ અત્યારથી વિચારણા હાથ ધરી દીધી છે. સૂત્રોના કહ્યા પ્રમાણે, થર્ડ વેવને ધ્યાનમાં રાખી રાજ્ય સરકાર રાત્રિ કર્ફ્યૂ હટાવશે નહીં, પણ 26મી સુુધી રાત્રિના 9 કલાકથી શરૂ થાય છે એ રાત્રિના 10 કલાક સુધીનો થઇ શકે એમ સૂત્રોનું કહેવું છે. ઉપરાંત સ્વિમિંગ પૂલ ખૂલી શકે છે. આ બાબતે સરકાર બે-ચાર દિવસમાં જ સત્તાવાર જાહેરાત કરશે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
થર્ડ વેવ સુધી રાત્રિ કર્ફ્યૂના કલાક ઘટવાની શક્યતા
રાજ્ય સરકારે 11 જૂનથી 26મી સવારે 6 કલાક સુધી વિવિધ નિયંત્રણો લાદ્યાં છે. આ નિયંત્રણોમાં હોટલ-રેસ્ટોરાંને સવારે 9થી સાંજે 7 કલાક સુધી 50 ટકા બેસવાની ક્ષમતા સાથે તેમજ ટેકઅવે રાત્રે 9 સુધી અને હોમ ડિલિવરી રાત્રે 12 કલાક સુધી કરવાની મંજૂરી આપી છે. રાત્રિ કર્ફ્યૂ રાત્રિના 9થી સવારે 6 કલાક સુધીનો છે. કોરોના ફેલાવવામાં રાત્રિ બેઠકો અને રાત્રિ દરમિયાનની હલચલ માસ સ્પ્રેન્ડિંગ માટે વધારે જવાબદાર હોવાના તબીબોનાં મંતવ્યો સરકારને મળ્યાં હતાં, આથી જ્યાં સુધી થર્ડ વેવ આવે નહીં ત્યાં સુધી રાત્રિ કર્ફયૂના કલાકો વધી ઘટી શકે, પણ કર્ફયૂમુકત રાત્રિ થાય એવા કોઇ સંજોગો દેખાતા નથી.
શેમાં નિયંત્રણો હળવાં-કડક થશે?
1) સ્વિમિંગ પૂલ ખૂલશે.
2) લગ્ન સમારોહમાં થોડી વધુ છૂટ મળશે અને સંખ્યા 50થી વધીને 75-100ની થઈ શકે છે.
3) મલ્ટિપ્લેક્સ-સિનેમાગૃહોએ હજુ મધ્ય જુલાઇ સુધી રાહ જોવી પડશે.
4) શાળા-કોલેજો,ટયૂશન કલાસ માટે ઓનલાઇન શિક્ષણ યથાવત્ રહેશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..

