રાજકોટમાં રાત્રિ કર્ફ્યૂ દરમિયાન લગ્ન સમારંભો અટવાશે, રાજકોટ પોલીસે પરવાનગી અંગે લીધો મોટો નિર્ણય

રાજ્યમાં કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા માટે અમદાવાદમાં 60 કલાકનું સઘન કર્ફ્યૂ અને રાજકોટ, સુરત, વડોદરામાં રાત્રિ કર્ફ્ચૂ લાદી દેવામાં આવ્યો છે. દરમિયાન આ સ્થિતિમાં અનેક લગ્ન સમારંભો પર લટકતી તલવાર આવી ગઈ છે. શહેરોમાં યોજાનારા રાત્રિના લગ્નો પર પ્રશ્નાર્થ સર્જાઈ રહ્યો છે. જોકે, રાજકોટ પોલીસે આ મામલે સ્ટેન્ડ ક્લિયર કરી દીધું છે.

સરકારે જણાવ્યું હતું કે લગ્ન સમારંભો માટે રાત્રિ કર્ફ્યૂમાં પોલીસ પરવાનગી લેવાની રહેશે. જોકે, રાજકોટ પોલીસે રાત્રિ કર્ફ્યૂ દરમિયાન લગ્ન સમારંભોને પોલીસ પરવાનગી આપવાનો ઇન્કાર કરી દીધો છે. એટલે કે આ લગ્ન સમારંભ દિવસે યોજવાના રહેશે અથવા તો અનુકૂળતા મુજબ અન્ય નિર્ણય લેવાનો રહેશે.

દરમિયાન પ્રાપ્ત અહેવાલો મુજબ રાજકોટમાં આગામી એક સપ્તાહમાં એક હજાર લગ્ન સમારંભ હોવાનું સામે આવી રહ્યું છે. આ લગ્ન સમારંભો માટે અગાઉથી હોલ-પાર્ટી પ્લોટ અને કેટરિંગના બૂકિંગ થઈ ગયા છે, આ સ્થિતિમાં સમારંભો યોજનારા યજમાનો અને મહેમાનો મુંઝવણમાં મુકાઈ ગયા છે.

રાજ્યમાં (Gujarat) છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના (Coronavirus)1515 નવા કેસ નોંધાયા છે. જેની સામે 1271 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19 (Covid19)ના કારણે 9 દર્દીઓના મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 3846 થયો છે. રાજ્યમાં કોરોનાના કુલ કેસ 1,95,917 નોંધાયા છે. જેમાંથી એક્ટિવ કેસ 13,285 છે. આજે રાજ્યમાં કુલ 70,388 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 91.26 ટકા છે. પ્રતિકાત્મક તસવીર

દરમિયાન રાત્રિ કર્ફ્યૂ ભંગના પ્રથમ 74 ગુનાઓ એક જ રાતમાં નોંધાઈ ગયા છે. શનિવારે રાત્રે રાજકોટમાં પોલીસે 74 ગુના દાખલ કર્યા છે જ્યારે કર્ફ્યૂ ભંગ બદલ 72 વાહનો ડિટેઇન કર્યા છે. દરમિયાન મનપા દ્વારા માસ્ક ચેકિંગની ઝૂંબેશ પણ કડક કરી દેવામાં આવી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો