અનલોક 2માં 1 જુલાઈથી રાત્રિ કર્ફ્યુ 12 વાગ્યાથી સવારના 5 સુધી રાખવા અને ધંધા રોજગાર 10 વાગ્યા સુધી ચાલુ રાખવાની વિચારણા
ગુજરાત સરકારે આગામી 1 જુલાઈથી અનલોક-2 ની તૈયારીઓ શરૂ કરી દીધી છે, જેમાં હાલના રાત્રિના 9 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધીના કર્ફ્યુને લંબાવીને 12 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી કરવામાં આવે, આ ઉપરાંત હાલ દુકાન-ધંધા બંધ કરવાનો સમય સાંજે 7 વાગ્યાથી વધારી 10 વાગ્યાનો કરવામાં આવે તેવી શક્યતા છે. તેમજ તેની સાથે પબ્લિક ટ્રાન્સપોર્ટ પણ 70% શરૂ કરવા અને મોડી સાંજ સુધી ચાલુ રાખવાનો પણ નિર્ણય લેવામાં આવે તેવી સંભાવના છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
ધંધા-રોજગારના સમયમાં ફેરફાર થવાની શક્યતા
ગુજરાતમાં અનલોક-1 માં વ્યાપક છૂટછાટ અપાઈ છે, તેમાં આગળ વધીને તા.1 જુલાઈથી અનલોક-2નો પ્રારંભ થશે અને તેમાં હવે છૂટછાટોને આગળ વધારવાની દિશામાં આગળ વધવા સરકાર વિચારણા કરી રહી છે.હાલ જે રીતે સાંજે 7 વાગ્યે વ્યાપાર-ધંધા બંધ કરી દેવાની ફરજ પડે છે અને રાત્રિના નવ વાગ્યાથી કર્ફ્યુ લાદવામાં આવે છે. તે સમયમાં ફેરફાર કરીને મોડી રાતના 10 સુધી વ્યાપાર-ધંધા ચાલુ રાખવામાં આવી શકે છે.
ખાસ કરી રેસ્ટોરાં-હોટલ-બજારોને 10 વાગ્યા સુધી ખુલ્લા રાખવાની ભલામણો
રાજ્ય સરકાર દ્વારા આ અંગે વિવિધ વેપારી સંગઠનો, સંસ્થાઓ સહિત ચૂંટાયેલા આગેવાનો પાસેથી ફીડબેક મેળવવામાં આવી રહ્યા છે, જેમાં રાત્રના 9 વાગ્યા બાદ લોકોને બહાર આવવા જવામાં મુશ્કેલી પડી રહી છે, તે રાતે 12 વાગ્યા સુધી છૂટ આપવા અને સાંજે 7 વાગ્યા બાદ પણ વેપાર-ધંધા ખાસ કરીને રેસ્ટોરાં-હોટલ-બજારોને 10 વાગ્યા સુધી ખુલ્લા રાખવાની ભલામણો અને રજૂઆતો કરવામાં આવી રહી છે.
હજુ થોડા દિવસ સુધી રાત્રિ કર્ફ્યુ ચાલુ રાખવામાં આવે તેવી શક્યતા
સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્ય સરકાર સોશિયલ ડીસ્ટન્સ તથા માસ્કના પાલનના કડક આદેશ સાથે હવે ‘હજુ થોડા દિવસ સુધી રાત્રિ કર્ફ્યુ ચાલુ રાખવામાં આવે તેવી શક્યતા છે. જેનાથી મુસાફરોને રાહત મળે તથા ખાનગી ટ્રાવેલ બીઝનેસ ને પણ વેગ મળશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..

