રાજકોટમાં હેરઓઇલ કંપનીની બ્રાન્ડ-એમ્બેસેડર ગોઠણ સુધીના લાંબા વાળ કેન્સર પીડિતોને અર્પણ કરી દીક્ષા લેશે, 19 વર્ષે દીક્ષા લેવા માતા-પિતાની મંજૂરી ન મળી, હવે સંસાર ત્યાગશે

જે વ્યક્તિને સેવા અને ત્યાગનો ભાવ જાગે છે તેઓ સંસારની તમામ સુખ, સંપત્તિ અને વૈભવના મોહતાજ નથી હોતા. એવા જ રાજકોટના દીકરી નિધિબેન શાહ આગામી તારીખ 20 ફેબ્રુઆરીના રોજ સંસારનો ત્યાગ કરીને દીક્ષાને માર્ગે જવાના છે.

નિધિબેન શાહ એક હેર ઓઈલ કંપનીના બ્રાન્ડ-એમ્બેસેડર છે અને તેમના કેશ માથાથી ગોઠણ સુધી લાંબા હોવાને કારણે જ તેઓને હેર ઓઈલ કંપનીના બ્રાન્ડ-એમ્બેસેડર બનાવાયા હતા. આ ઉપરાંત તેઓ નિયમિત રીતે અમેરિકામાં કેન્સર પીડિતો માટે વીગ બનાવવા માટેની કંપનીમાં પણ નિયમિત રીતે પોતાના વાળ ડોનેટ કરતા હતા. બીબીએ સુધીનો અભ્યાસ કરનાર નિધિબેને 19 વર્ષની વયે જ દીક્ષા અંગીકાર કરવાનો નિર્ણય કરી લીધો હતો, પરંતુ માતા-પિતાની મંજૂરી નહીં હોવાને કારણે લઇ શક્યા ન હતા.

સુપુત્રીએ બીજો વિચાર રજૂ કર્યો કે મારે લગ્ન કરવા જ નથી. જ્યાં સુધી સંયમ માર્ગે જવાની સહર્ષ સંમતિ નહીં મળે ત્યાં સુધી સેવામય જીવન વ્યતિત કરીશ. હવે 12 વર્ષના સંઘર્ષ બાદ ફેબ્રુઆરીમાં રાષ્ટ્રસંત નમ્રમુનિ મહારાજ સમીપે નીતિનભાઈ શાહની સુપુત્રી સંયમ અંગીકાર કરશે.

નિધિબેન એકની એક પુત્રી, 10 વર્ષથી ગુરુદેવ પ્રેરિત સેવામાં છે
ધર્મ વત્સલા માતા રીનાબેન અને ધર્મપ્રેમી પિતા નીતિનભાઈ કાંતિભાઈ શાહની લાડકવાયી સુપુત્રી છે. તેમનું મૂળ વતન ગોંડલ છે, નિધિબેનનો જન્મ ધર્મનગરી રાજકોટમાં થયેલ છે. BBA સુધીનો શૈક્ષણિક અભ્યાસ કર્યો છે. છેલ્લા એક દાયકા ઉપરાંત તેઓ નમ્રમુનિ મહારાજ પ્રેરિત મિશનમાં વિવિધ ક્ષેત્રે સેવા પ્રદાન કરી રહ્યાં છે. મુમુક્ષુ નિધિબેને સામાયિક, પ્રતિક્રમણ, પન્નવણા સૂત્રના થોકડાઓ, કર્મ પ્રકૃતિ આદિ થોકડા કંઠસ્થ કર્યા છે. નિધિબેનના માથાના કેશ પગ સુધી અડી જાય એટલા લાંબા. રાજકોટની હેર ઓઈલ કંપનીના બ્રાન્ડ-એમ્બેસેડર તરીકે નિયુક્ત થયા છે. નિધિબેને અનેક લોકોને ઓર્ગન ડોનેટ માટે પણ પ્રેરણા કરી માનવતાનો ધર્મ બજાવ્યો છે.

ગુરુદેવે કહ્યું, કેન્સર પીડિતો માટે ક્યારેય વિચાર્યું છે? નિધિબેન વાળ અર્પણ કરવા તૈયાર થયાં
પરમ ગુરુદેવે એક વખત કહ્યું કે, નિધિબેન આ જગતમાં અનેક કેન્સર પીડિતો છે.જેઓને માથે વાળ નથી એનું ક્યારેય વિચાર્યું છે? તેજીને ટકોરો બસ નિધિબેને એ જ દિવસે પોતાના મસ્તક ઉપર રહેલા વાળ ઉતારી કેન્સર પીડિતો માટે બનતી વીગ માટે આપવાનો સંકલ્પ કર્યો. U.S.Aની સંસ્થામાં દર વર્ષે પોતાના કેશ ડોનેટ કરે, અનાર્ય ભૂમિના લોકો આર્ય ભૂમિના સુસંસ્કારો અને સેવા ભાવનાઓથી ખુશ થઈ ગયા અને U.S.Aની સંસ્થાએ નિધિબેનને એવોર્ડ આપી સન્માનિત કર્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો