ભૂવા-ધુતારાની વાતોમા આવી ગયેલી સગીરા સાથે વિધિના નામે ભુવાએ આચર્યું દુષ્કર્મ, ઢોંગીની પોલીસે કરી ધરપકડ

ભૂવા-ધુતારાની વાતોમા આવી ગયેલી સગીરાની આબરુ લૂંટી લેનાર ધુતારાની પોલીસે ધરપકડ કરી છે. સગપણ કરનાર યુવકને રાત્રે ઊંઘમાં ઝબકી જવાની બીમારી થતા સગીરાએ ભુવાનો સંપર્ક કર્યો હતો. જોકે વિધિના નામે ભુવાએ સગીરા સાથે દુષ્કર્મ કર્યું અને ઢોંગી ભુવાનો પર્દાફાશ કરી નિકોલ પોલીસે ધરપકડ કરી છે.

આ ભુવાનું નામ રઇજ રાવળ છે. જે નિકોલના છેડે આવેલા જાણુ ગામમા રહીને તાંત્રિક વિધિ કરે છે. તેની પાસે એક સગીરા અને તેનો પરિવાર મદદની આશા રાખી ગયા હતા. સગીરાનું જે યુવક સાથે સગપણ કર્યું હતું. તેને ઊંઘમાં ઝબકી જવાની બીમારી થઈ હતી. જેથી કોઈ વળગાડ હોવાનું માની આ સગીરાએ ભુવાનો સંપર્ક કર્યો હતો. ભુવાએ વિધિ કરવાનું કહી પાંચ હજાર લીધા અને નદીના પટમાં લઈ ગયો હતો. જ્યાં સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું.

ભુવાએ નદીના પટમાં લઈ જઈ યુવકની વિધિ કરી પણ સાથે આ સગીરાનું સગપણ હોવાથી તેની પણ વિધિ કરવી પડશે તેમ કહી તેના માથેથી એક કોથળી અને નારિયેળ ઉતાર્યું. આ ઢોંગી કરતુત કરતા જ સગીરાને આંચકો આવ્યો. થેલી નદીમાં નાખવા જવાનું કહી ભુવાજી સગીરાને લઈને નદીના પટમાં ગયા. ત્યાં પણ એક વિધિ કરવી પડશે તેમ કહેતા સગીરાના પરિવારજનો સાથે જતા હતા. જોકે ભુવાજીએ સાથે ન આવવા કહી જો સાથે આવશો તો તમને દુઃખ પડશે. તેમ કહી માત્ર સગીરાને લઈ ગયો. જ્યાં ઝાડીઓમાં શ્રીફળ નાખી બાદમાં સગીરાને ઉંધી ફરી જવાનું કહી તેના કપડા ઉતારી દુષ્કર્મ આચર્યું.

દુષ્કર્મ અચર્યા બાદ સગીરાને ભુવાએ ધમકી આપી કે આ વાત કોઈને કહેશે તો સારું નહિ થાય અને મારી નાંખવાની પણ ધમકી આપી. જોકે સગીરાથી ન રહેવાતા આખરે તેને પરિવારને ઘટનાની જાણ કરી અને નિકોલમાં ફરિયાદ આપતા પોલીસે ભુવાજી રઇજ રાવળની ધરપકડ કરી છે. અન્ય કેટલી યુવતીઓ કે સગીરા સાથે આવા કૃત્યો આ ભુવો કરી ચુક્યો છે તે બાબતે રિમાન્ડ મેળવી પોલીસ તપાસ કરશે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો