ન્યૂયોર્કના ભારતીય મૂળના દંપતીની અનોખી દાસ્તાન, ‘તને એકલી નહીં જવા દઉં, હું પણ સાથે જ આવીશ’, પતિએ પત્નીના અવસાન પછી દેહ છોડ્યો

ન્યૂયોર્કના પોપ્યુલર ફેસબુક પેજ હ્યુમન્સ ઓફ ન્યૂયોર્કમાં એક દીકરીએ માતા-પિતાની લવસ્ટોરી શેર કરી હતી. દીકરીએ જે દાસ્તાન સંભળાવી એ પ્રમાણે બન્ને વચ્ચે એટલો પ્રેમ હતો કે બીમાર પત્નીનું નિધન થયું એ પછી પતિએ પણ વિરહમાં પ્રાણ છોડી દીધા હતા.

ફેસબુક પેજ હ્યુમન્સ ઓફ ન્યૂયોર્કમાં શેર કરાયેલી સ્ટોરી પ્રમાણે ન્યૂયોર્કમાં રહેતા એક ભારતીય મૂળના દંપતી વચ્ચે ગજબનાક પ્રેમ હતો. બ્રેઈન ટ્યૂમરથી પીડાતી પત્નીને પતિએ કહ્યું હતું, તને એકલી નહીં જવા દઉં. હું પણ સાથે જ આવીશ. ખરેખર એવું જ થયું હતું. પત્નીના નિધન પછી થોડા દિવસમાં જ પતિએ પણ વિરહમાં પ્રાણ છોડી દીધા હતા.

દીકરીએ કંઈક આ રીતે સ્ટોરી કહી હતી. મારા ડેડ ખુબ જ પ્રેમાળ ઈન્સાન હતા. મારી મોમ પણ આખી જિંદગી બધું જ ડેડ માટે જ કરતી હતી. એ તૈયાર પણ એ રીતે થતી કે જે રીતે મેરા ડેડને પસંદ આવે. મારા ડેડ પણ મારી મોમને બેશુમાર ચાહતા હતા. મારા ડેડ ઓફિસથી આવતા ત્યારે અમને પાંચેય બહેનોને સ્નેહથી કપાળમાં કિસ કરતા, પરંતુ સૌથી પહેલી કિસ મારી માને કરતા. કારણ કે એ એનો પ્રથમ પ્રેમ હતો.

અમે ફેમિલી ટૂરમાં જતા તો મારા ડેડ મોમને ગમતા બોલિવુડના સોંગ ગાઈને સંભળાવતા રહેતા. હંમેશાં, એક એક પળ મારી મોમને ખુશ રાખવા એ અર્થાક કોશિશ કરતા, જ્યારે મારી મા બીમાર પડી અને તેને બ્રેઈન ટ્યૂમરનું નિદાન થયું ત્યારે મારા ડેડ આખો દિવસ તેનો હાથ પકડીને બેસી રહેતા, મોમની સર્જરી થાઈ, પણ દરેક સર્જરી પછી તેની તબિયત વધારેને વધારે ખરાબ થવા લાગી હતી. ડેડ મોમને ધાર્મિક પુસ્તકનું વાંચન કરીને સંભળાવતા રહેતા. તબિયત અતિશય ખરાબ થતી જતી હતી એ પછી એક દિવસ બોલ્યા, તને હું એકલી નહીં જવા દઉં. હું પણ સાથે જ આવી રહ્યો છું.

મોમના નિધન પછી બે દિવસ સુધી તેમણે કોઈ સાથે વાત ન કરી. ગુમસામ રહ્યા અને ત્રીજા દિવસે તેમની તબિયત અચાનક ખરાબ થઈ ગઈ. એમ્બ્યુલન્સને બોલાવીને સારવાર મળે તે પહેલાં તો તેમણે દેહ છોડી દીધો હતો. મારા મોમ-ડેડ એકબીજાને ખુબ પ્રેમ કરતા હતા. સાથે જીવ્યા અને સાથે જ દુનિયા પણ છોડી ગયા.

આ ભાવસભર સ્ટોરીને અસંખ્ય લાઈક્સ મળી છે. સંખ્યાબંધ કમેન્ટ થઈ રહી છે. અમેરિકામાં આ સ્ટોરી ખુબ જ વાયરલ થઈ ગઈ. હજારો લોકોએ આ સ્ટોરી શેર કરી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો