અમદાવાદના પૂર્વ વિસ્તારમાં રાતોરાત બદલાઈ જાય છે ગાડીના અવાજ! કારણ જાણીને તમે પણ ચોંકી જશો

અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં એક ગેંગનો આતંક જોવા મળી રહ્યો છે. જે ગેંગ (thief) એવી કરતૂતોને અંજામ આપી રહી છે કે રાતોરાત ઇકો ગાડીના અવાજ બદલાઈ જાય છે. તમને જાણીને પણ નવી લાગશે ક્યાંક એવી ગેંગ છે કે જે માત્ર ને માત્ર ઈકો ગાડીના સાયલેન્સરની ચોરી કરે છે. કેટલાક દિવસ અગાઉ નરોડાના (Naroda) એક ગોડાઉનમાંથી આઠ જેટલી ઈકો ગાડીના સાઇલેન્સરની ચોરીનો બનાવ સામે આવ્યો હતો. ત્યારબાદ હવે રામોલ (ramol) વિસ્તારમાં બે ગાડીના સાઇલેન્સરની ચોરી થઈ છે.

રામોલ વિસ્તારમાં રહેતા સુશીલકુમારએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે પોતે કન્સ્ટ્રકશન કામ કરે છે. સાઈડ પર મજૂરને લઈ જવા માટે પોતે ઇકો કાર ખરીદી હતી. સુશીલકુમારને બે-ત્રણ દિવસ માટે બહાર જવાનું હોવાથી ઈકો કાર ઘરે જ હતી. ત્યારબાદ ઘરે પરત આવ્યા હતા.

સુશીલકુમાર જ્યારે કારમાં મજૂરોને બેસાડી જઈ રહ્યા હતા ત્યારે કારનો અવાજ બદલાઈ ગયો હતો, જેથી તેમણે કારમાંથી ઊતરીને જોયું તો કોઈ તેમની કારમાંથી સાઇલેન્સર કાઢી ગયું હતું. ત્યારબાદ સુશીલકુમાર રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા ગયા હતા.

જ્યાં વસ્ત્રાલમાં રહેતા રાજકુમાર પાલની ઈકો કારમાંથી પણ કોઈ સાઇલેન્સર કાઢી ફરાર થઇ ગયું હોવાની જાણ થઇ હતી, જેથી બંને વેપારીએ રામોલ પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંધાવતાં પોલીસે બંને ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલાં નાના ચિલોડા વિસ્તારમાં આવેલા કારના ગોડાઉનમાં તસ્કરો એકસાથે આઠ નવી નક્કોર કારમાંથી સાઇલેન્સરની ચોરી કરી નાસી ગયા હોવાની ઘટના સામે આવી છે.

કારની ‌ડ‌િલવરી લેવા માટે આવેલા શો-રૂમના ઇન્ચાર્જને કારના અવાજમાં ગરબડ લાગી હતી, જેથી તેણે ચેક કરતાં કારનું સાઇલેન્સર ગુમ હોવાનું સામે આવ્યું હતું.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો