‘મને મારી ભૂલ સમજાઈ ગઈ છે’, સુરતમાં છુટાછેડા બાદ પત્નીને પતિ પર બીજી વખત ભરોસો કરવો ભારે પડી ગયો

અમરોલી વિસ્તારમાં રહેતી પરિણીતાને તેના પતિઍ અંધારમાં રાખી વતનમાં બીજા લગન્ કરી લીધા હતા અને તેને ઍક પુત્ર પણ છે. પરિણીતાને આ અંગેની જાણ થતા તપાસ કરવા માટે વતન ગઈ ત્યારે પતિઍ તેની સાથે ઝઘડો કરી ઘરમાંથી કાઢી મુકી હતી. બનાવ અંગે પોલીસે પરિણીતાની ફરિયાદ લઈ પતિ સામે છેતરપિંડીનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

અમરોલી વિસ્તારમાં રહેતી પરિણીતા હાલમાં તેના માતા, ભાઈ અને ભાભી સાથે રહે છે. અંજલીના ચાર વર્ષ પહેલા પીપાળાવ ગામ પેટલાદ ખાતે રાકેશ હર્ષદ પટેલ સાથે સમાજના રીતી-રીવાજ મુજબ લગન્ થયા હતા. અંજલીને ઍકાદ વર્ષ સારી રીતે રાખ્યા બાદ રાકેશ અવાર નવાર ઝઘડો કરી મારઝુડ કરતો હોવાથી જાન્યુઆરી ૨૦૧૮માં છુટાછેડા લઈને માતા સાથે સુરત રહેવા માટે આવી ગઈ હતી.

ત્યારબાદ રાકેશ અઢી વર્ષ પહેલા સુરત મળવા માટે આવ્યો હતો અને પોતાની ભુલ સ્વીકારી માંફી માંગી ફરીથી પોતાની સાથે લગન્ કરવાનું કહી વિશ્વાસમાં લીધી હતી અને ૨૭ જુન ૨૦૨૦ના રોજ પેટલાદ ખાતે રજીસ્ટર કોર્ટ મેરેજ કરી ફરીથી બંને જણા સુરત રહેવા આવી ગયા હતા. ચારેક મહિના સાથે રહ્યા હતા. તે દરમિયાન અંજલી ગર્ભવતી બની હતી. રાકેશ ફરીથી શારીરીક માનસીક ત્રાસ આપવા લાગ્યો હતો જેથી તેના વિરૂધ્ધમાં ૧૭ જાન્યુઆરીના રોજ અમરોલી પોલીસ સ્ટેસનમાં ફરિયાદ નોંધાવી હતી.

અંજલીને વીસેક દિવસ પહેલા ઍવી ખબર પડી કે રાકેશે અઢી-ત્રણ વર્ષ પહેલા કોઈ રેખા નામની સ્ત્રી સાથે લગન્ કરી લીધા છે અને તેને બે વર્ષનો ઍક પુત્ર પણ છે. જેથી અંજલીએ રાકેશને ફોન કરી પુછતા ગાળાગાળી કરી ઉશ્કેરઈને મે રેખા સાથે લગ્ન કરી લીધા છે અને મારે ઍક પુત્ર પણ છે. હવે મારે તારી કોઈ જરૂર નથી જા હવે તુ મારા ઘરે આવવાનું નામ લઈશ તો તને જાનથી મારી નાંખી તેવી કહી નાસી ગયો હતો. રાકેશે રેખા નામની મહિલા સાથે બીજા લગ્ન કરી લીધા હોવાની હકીકત છુપાવી અંજલી સોથે ફરીથી લગ્ન કરી સાડા ત્રણ મહિના ગર્ભ રાખી છેતરપિંડી કરી હોવાનુ બહાર આવતા અંજલીઍ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો