ડાયબિટીસના દર્દીઓ માટે ખુશખબર, દવાઓની ઝંઝટમાંથી મુક્તિ આપતું ઇન્જેક્શન શોધાયું

સુરત: આજના ટેકનિકલ યુગમાં દરરોજના કેટલાયે નવા અવિષ્કાર થાય છે. તેમાં મહંદઅંશે ડોક્ટરો હોય કે વૈજ્ઞાનિકોને સફળતા મળતી હોય છે. આજકાલ ઝડપી લાઇફના કારણે લોકોને અનેક બિમારીઓ થતી હોય છે. આજકાલ લોકોને બેઠાળું જીવનના કારણે ડાયાબિટીસનો રોગ નાના મોટાને થતા હોય છે. ત્યારે ડાયબિટીસના દર્દીને દરરોજની દવાના ઝંઝટમાંથી મુક્તિ આપવા માટે અનેક આવિષ્કાર કરવામાં આવી રહ્યા છે. પરંતુ તેમાં આજદિન સુધી કોઇને સફળતા મળી નહોતી. પરંતુ હાલ મળતી માહિતી પ્રમાણે, ડાયાબિટીસના દર્દીઓ માટે ખુશીના સમાચાર આવી ગયા છે.

ડાયાબિટીસના દર્દીને દરરોજની દવાની ઝંઝટમાંથી મુક્તિ આપતું ઇન્જેક્શન શોધાયું છે. તબીબી જગતમાં થયેલા આ નવા આવિષ્કારની સત્તાવાર રીતે નોંધ લેવાઇ છે. આ સિવાય IMAના મેડિકલ જનરલમાં સેમાગલુટાઈટ ઇન્જેક્શનના ફાયદાનો રિપોર્ટ પ્રકાશિત થયો છે. ત્યારબાદ USAના ડ્રગ એડમિનિસ્ટ્રેશનને મંજૂરી આપી દીધી છે.

ડાયબિટીસના આ નવા આવિષ્કારનો પ્રયોગ 8 હજારથી વધુ વ્યક્તિ પર કરવામાં આવ્યો છે. હાલમાં એક મહિનાનો ઇન્જેક્શનનો ખર્ચ અંદાજિત 6 હજાર રૂપિયા થાય છે. પરંતુ તેના પર હજું સંશોધન ચાલું છે. જેનિરિક દવામાં આવ્યા બાદ અન્ય લોકો માટે ફાયદારૂપ સાબિત રહેશે.

સુરત મહાનગર પાલિકા સંચાલિત મસ્કતી હોસ્પિટલમાં ફરજ બજવતા ડોકટર નિમેષ પંજી આ નવા આવિષ્કારને લઇને સમગ્ર મામલે વધુ તપાસ કરી રહ્યા છે. ડોકટર નિમેષ પંજી જાતે ડાયબિટીસના શિકાર છે. હાલ તેઓ આ ઇન્જેક્શન હાલમાં લઈ રહ્યા છે. એમનું માનવું છે કે લોકોમાં જાગૃતતા આવે તો લોકો ફાયદો લઈ શકે છે.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો