દહેજે લીધો વધુ એક દીકરીનો ભોગ: પિતાનું અપમાન સહન ન થતા નવ પરણિત પુત્રીએ ગળે ફાંસો ખાધો, સુસાઈડ નોટમાં દહેજ માટેના ત્રાસનો કર્યો ઉલ્લેખ

હરિયાણામાં વધુ એક દીકરી દહેજનો શિકાર બની છે. બહાદુરગઢ જિલ્લાના સેક્ટર 7માં રહેતી નવવધૂએ પીયરમાં ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી છે. મૃતક યુવતીએ સુસાઈડ નોટ પણ મૂકી હતી, જેમાં તેણીએ પોતાના પતિ, સાસુ-સસરા અને જેઠ પર દહેજના આરોપો લગાવ્યા હતા. તેની સાથે સાસરીયાઓએ વારંવાર પિતાનું અપમાન કર્યું હોવાની વાતનો પણ ઉલ્લેખ કર્યો હતો. પોલીસે યુવતીના મૃતદેહને તપાસ અર્થે મોકલી દીધો છે.

આત્મહત્યા કરેલી યુવતી પ્રિયંકાના પિતા શ્રીનિવાસને જણાવ્યું હતું કે તે મૂળ ઝજ્જર જિલ્લાના છારા ગામના નિવાસી છે. જે છેલ્લા કેટલાક વર્ષોથી બહાદુર ગઢના સેક્ટર 7માં નિવાસ કરે છે. 15 માર્ચના રોજ તેમની દીકરીના લગ્ન રેવાડીમાં રહેતા ટિપેન્દ્ર સાથે થયા હતા. તેનો પતિ ટિપેન્દ્ર એક્સાઈઝ ઈન્સપેક્ટર છે, જે હાલ બેંગ્લોર ખાતે ફરજ બજાવી રહ્યો છે. લગ્નના એક સપ્તાહ બાદ ટિપેન્દ્ર, પ્રિયંકા અને તેના માતા-પિતા બેંગ્લોર ચાલ્યા ગયા હતા.

શ્રીનિવાસને જણાવ્યું હતું કે બે દિવસ પૂર્વે દીકરીના સાસરેથી ફોન આવ્યો હતો કે તમે આને પાછી લઈ જાઓ. તેમણે જ્યારે આ અંગે કારણ જાણવાનો પ્રયાસ કર્યો ત્યારે સાસરીયાઓએ કોઈ જ જવાબ આપ્યો નહતો. જેથી શ્રીનિવાસન તાત્કાલિક ફ્લાઈટ મારફતે બેંગ્લોર પહોંચી ગયા હતા. જ્યાં બન્ને પક્ષો વચ્ચે તકરાર વધી ગઈ અને સાસરીયાઓએ તેમને ચોકીદાર મારફતે ધક્કામારીને બહાર કાઢી મૂક્યા હતા. ત્યારપછી પ્રિયંકાને લઈને તેના પિતા બહાદુરગઢ આવ્યા હતા. જ્યાં પ્રિયંકાએ પોતાને એક રૂમમાં બંધ કરી દીધી હતી.

રૂમની તપાસ આદરતા સુસાઈડ નોટ મળી

સવારે જ્યારે પ્રિયંકા નીચે ન આવી ત્યારે તેના રૂમમાં જતા જાણ થઈ કે તેણીએ સુસાઈડ કર્યું છે. પરિવારના સભ્યોએ તાત્કાલિક પોલીસને બોલાવીને આગળ કાર્યવાહી કરી હતી. પોલીસે પ્રિયંકાના મૃતદેહને ફંદા પરથી ઉતાર્યું અને રૂમની તપાસમાં હાથ ધરી હતી. જેમાં તેઓને રૂમમાંથી એક સુસાઈડ નોટ પણ મળી હતી. જેના આધારે પોલીસે મૃતકના સાસરીયાઓ વિરૂદ્ધ કેસ દાખલ કર્યો છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો