ગુજરાતીઓને રાહત: 15 ઓક્ટોબર સુધી ટ્રાફિક પોલીસ નવા નિયમ પ્રમાણે દંડ નહીં ફટકારી શકે

ગુજરાતમાં નવા ટ્રાફિક નિયમના અમલને લઈને રાજ્ય સરકાર દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે. વાહન વ્યવહાર મંત્રી આર.સી.ફળદુએ પત્રકાર પરિષદમાં આ જાહેરાત કરતા કહ્યું હતું કે ટ્રાફિકના નવા નિયમોના અમલની સમયમર્યાદા 15 ઓક્ટોબર સુધી લંબાવવામાં આવી છે. ગુજરાત સરકારની કેબિનેટની બેઠકમાં આજે આ નિર્ણય લેવામાં આવ્યો છે. લોકોને હેલમેટ ખરીદવામાં અને પીયુસી કાઢવામાં પડતી અગવડતાની ફરિયાદો સરકારને મળ્યા બાદ આ અંગે ચર્ચા-વિચારણા કરીને આ નિર્ણય કરાયો છે.

નવા મોટર વ્હીકલ એક્ટની અમલવારીને લઈને ગુજરાતીઓને એક મહિનાની રાહત મળી છે. 15 ઓક્ટોબર સુધી હેલમેટ ન પહેરનાર અને પીયુસી ન ધરાવનાર વાહન ચાલકોને જૂના નિયમ પ્રમાણે 100 રૂપિયા દંડ ભરવો પડશે. પીયુસી માટે રાજ્યમાં 900 નવા સેન્ટર ખોલવામાં આવશે. હાલ કોઈ વ્યક્તિ ટ્રાફિક્સ નિયમ તોડશે તો તેને જૂના નિયમ પ્રમાણે દંડ ફટકારવામાં આવશે. મંત્રી દ્વારા એમ પણ કહેવામાં આવ્યું હતું કે સરકારે અત્યાર સુધી નવા નિયમ પ્રમાણે જે પણ દંડ વસુલ્યો છે તે પરત કરવામાં આવશે નહીં.

આર. સી ફળદુ (R. C. Faldu) એ વધુમાં ખુલાસો કરતા જણાવ્યું કે, ‘સોશિયલ મીડિયામાં જે મેસેજો ફરતા થયાં છે તેને ગુજરાતનાં સુપ્રસિદ્ધ સમાચાર માધ્યમો અને મીડિયાનાં માધ્યમથી ગુજરાતનાં પ્રજાજનોને સાચી વિગતથી અવગત કરાવવા માટે હું રજૂઆત કરું છું કે સોશિયલ મીડિયામાં મુખ્યમંત્રીને ઉદ્દેશીને જે પ્રકારે નકારાત્મક અફવા સ્વરૂપે જે માહિતીઓ પ્રસ્તુત કરવામાં આવી છે તે તદ્દન સત્યથી વેગળી છે. માનનીય મુખ્યમંત્રી માટે રાજ્ય સરકાર જે વાહનોનો ઉપયોગ કરે છે તે વાહનોનાં નંબર સાથે મારે કેટલીક વિગત આપવી છે.

મુખ્યમંત્રી માટે રાજ્ય સરકાર બે વાહનો કે જેનાં નંબર છે GJ 18 G 9085 અને GJ 18 G 9086. આ બંને વાહનો DGP અને IGP પોલીસ ભવન ગાંધીનગરનાં નામે 11/04/2014થી RTO કચેરી ગાંધીનગર ખાતે રજિસ્ટ્રેશન થયેલા છે અને તેની રજિસ્ટ્રેશન સમય મર્યાદા 15 વર્ષની છે. એટલે એમની વેલિડીટી બાબતે તો કોઇ પ્રશ્ન જ નથી. આગામી તારીખ 10/04/2029 સુધીની આ બંને વાહનોની વેલિડીટી છે અને એ જ રીતે વીમા વિનાની ગાડી માનનીય મુખ્યમંત્રી શ્રી ઉપયોગ કરી રહ્યાં છે.

આ પ્રકારનો પણ એક દુષ્પ્રચાર કરવામાં આવ્યો હતો. એ બાબતે બંને વાહનો નેશનલ ઇન્શ્યોરન્સ કંપની મારફતે તારીખ 27/12/2018થી વીમાનું પ્રિમીયમ નક્કી કરવામાં આવેલું છે અને તેની મુદ્દત 31/12/2019 સુધીની છે. PUC બાબતે પણ રાજ્ય સરકારે મુખ્યમંત્રીની સુરક્ષામાં જે કાફલો જોડાયો છે તે તમામ વાહનોનાં PUCની મુદ્દત 30/09/2019 સુધીની છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો