ગુજરાત સરકારે જાહેર કર્યા નવા ટ્રાફિક નિયમો, દંડની રકમમાં કર્યો ઘટાડો, જાણો શું છે નવા નિયમો અને દંડ ?
કેન્દ્ર સરકારે મોટર વ્હીકલ એક્ટમાં સુધારા કરીને ટ્રાફિક નિયમના ઉલ્લંઘન બદલ હવેથી જંગી દંડની રકમ વસૂલવામાં આવી રહ્યો છે. આગામી 16 સપ્ટેમ્બરથી ગુજરાતમાં પણ આ કાયદાનો અમલ શરૂ કરવામાં આવશે. આ મામલે ગુજરાત સરકારે આજે મહત્વની જાહેરાત કરી ગુજરાતના લોકોને રાહત આપી છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ એક પ્રેસ કોન્ફરન્સ કરી જણાવ્યું છે કે ગુજરાત સરકારે આ મામલે નવા કાયદાની 50 કલમમોમાં ફેરફાર કરી અને દંડની રકમમાં ઘટાડો કર્યો છે. આમ કેન્દ્રીય ટ્રાન્સપોર્ટ મંત્રી નીતિન ગડકરીએ બનાવેલા નિયમો મુખ્યમંત્રી રૂપાણીએ ફેરવી નાંખ્યા છે. ડિજીટલ સ્વરૂપે દસ્તાવેજો રજૂ કરવામાં આવે તો તે માન્ય ગણાશે. તેમજ દસ્તાવેજો સાથે ન હોય તો 15 દિવસમાં રજૂ કરી શકાશે.
શું છે નવા દંડ-નિયમો અને ફેરફાર ?
1. લાઇસન્સ, વીમો, પીયૂસી, સાથે ના હોય તો પ્રથમ વખત 500 અને બીજી વખત 1000 રૂપિયાનો દંડ
2. અડચણ રૂપે પાર્કિંગ અને કાચ પર ડાર્ક ફિલ્મ, ચાલુ વાહને મોબાઈલ પર વાત કરનારને પ્રથમ વખત 500 બીજી વખત 1000 રૂપિયાનો દંડ
3. સીટબેલ્ટ ન હોય ત્યારે પ્રથમ વખત 500 રૂપિયા દંડ
4. જો હેલમેટ પહેર્યું નહીં હોય તો 500 રૂપિયા દંડ
5. રોંગ સાઈડ વાહન ચલાવવા અને બાઇક સ્ટંટ પર પ્રથમ વખત 5000, પછી 10,000 રૂપિયા દંડ
- – રીક્ષામાં 1500
- – કાર 3000
- – અન્ય 5000
6. ઓવર સ્પીડ : (શહેરમાં 70 કિમી પ્રતિ કલાકની સ્પીડ ઓવરસ્પીડ ગણાશે)
- – બાઈક સ્કૂટર : 1500
- – ટ્રેકટર : 1500
- – કાર : 2000
- – અન્ય ટ્રક જેવા ભારે વાહનો : 4000
અન્યમાં ઓછામાં ઓછું 2000 અને વધુ 4000
7. ડ્રાઇવિંગ લાયસન્સ વગર વાહન ચલાવવા પર
– બાઈક 2000 રૂપિયા દંડ
– રીક્ષા અને કાર અન્ય ભારે વાહનો 3000 દંડ
8. રજિસ્ટ્રેશન વગર વાહન ચલાવવા પર :
- – બાઈક 1000
- – રીક્ષા 2000
- – કાર 3000
- – અન્ય 5000
9. ફિટનેસ વગર વાહન ચલાવવા પર:
– રીક્ષા 500
– ફોર વ્હીલર અન્ય ભારે વાહનો 5000
10. થર્ડ પાર્ટી વીમા વગર : 2000 દંડ
11. પ્રદૂષણ યુક્ત વાહન ચાલવું : બાઈક કાર માટે 1000, અન્ય ભારે 3000
12. અવાજનું પ્રદુષણ અને ભારે હોર્ન : 1000 દંડ
13. જાહેર જગ્યાએ રેસ કરવી : 5000
14. એમ્બ્યુલન્સ અને વિભગ ફાયરના વાહનોને સાઈડ ના આપવી : 1000 દંડ
15. ખેતી વિષયક માલ કે ઘરવખરી લઈ જવાતા હોય અને તે વાહનોની બહાર નીકળે (ઓવર લોડ) 1000 દંડ
ટ્રેલર : 4000
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..