આજથી વાતાવરણમાં પલટો આવવાની આગાહી, બંગાળની ખાડીમાં નવી સિસ્ટમથી 19થી 26 ફરી વરસાદની શક્યતા

છેલ્લાં અઠવાડિયાથી રાજ્યમાં વરસાદી માહોલ રહેવા છતાં વરસાદ પડતો નથી. પરંતુ, આગામી બે દિવસમાં બંગાળની ખાડીમાં લો-પ્રેશર સક્રિય થશે. જેની અસરોથી આગામી 19 થી 26 સપ્ટેમ્બર દરમિયાન અમદાવાદ સહિત રાજ્યમાં ફરીથી સાર્વત્રિક વરસાદની શક્યતા છે, ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વરસાદનું જોર વધુ રહેવાની વકી હવામાન વિશેષજ્ઞે વ્યક્ત કરી છે.

આગામી 10 દિવસ સાર્વત્રિક વરસાદ પડશેઃ અંકિત પટેલ

હવામાન વિશેષજ્ઞ અંકિત પટેલ જણાવે છે કે, આગામી બે દિવસમાં બંગાળની ખાડીમાં લો-પ્રેશરની સીસ્ટમ સક્રીય થશે, આ સિસ્ટમ 19થી 20 સપ્ટેમ્બરે મુંબઇ અને દક્ષિણ ગુજરાતની આસપાસ પહોંચશે. જેથી 18-19 સપ્ટેમ્બરે વાતાવરણમાં પલટો આવ્યાં બાદ 19 થી 26 સપ્ટેમ્બર અમદાવાદ સહિત રાજ્યમાં સાર્વત્રિક વરસાદ પડશે, જેમાં દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર વધાર રહેશે. જો કે, હાલમાં બંગાળની ખાડીનાં લો-પ્રેશર મજબુત બની ડિપ્રેશન કે સાયક્લોન બનવા અંગે આઇએમડી અને વિદેશના મોડેલોમાં થોડા મતમતાંતર છે પણ મારા મત મુજબ આગામી 10 દિવસ રાજ્યમાં સાર્વત્રિક વરસાદ પડશે.

સિસ્ટમ આ રીતે આગળ વધશે

બે દિવસમાં બંગાળની ખાડીમાં લો-પ્રેશરની નબળી સીસ્ટમ સક્રીય થશે, જે આગળ વધીને 19-20 સપ્ટેમ્બરે મુંબઇ-દક્ષિણ ગુજરાત સુધી પહોંચશે અને ફરીથી રિ-ડેવલપ થઇને મજબુત બનશે. મોન્સૂન ટ્રફ ગુજરાત તરફ નીચો આવશે, જેની અસર 26થી 27 સપ્ટેમ્બર સુધી રહેશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો