બ્રેનડેડ વિદ્યાર્થીના અંગદાન થકી પાંચ વ્યક્તિને નવજીવન અપાયું, સુરતમાંથી 18માં હૃદયનું દાન

સુરત : સરદાર બ્રિજ પર બાઈકની ટક્કર બાદ બ્રેનડેડ થયેલા ભેંસાણના આઈટીઆઈના વિદ્યાર્થીના હૃદય સહિતના અંગોનું દાન કરી 5 વ્યક્તિને નવજીવન આપી પરિવારે માનવતા મહેકાવી હતી. ગ્રીન કોરીડોરની મદદથી વિદ્યાર્થીનું હૃદય 277 કિ.મી.નું અંતર 109 મીનીટમાં કાપીને મુંબઈના આધેડમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું. જ્યારે સુરતમાં 18માં વ્યક્તિનું હ્રદયનું દામ કરવામાં આવ્યું છે.

સરદાર બ્રિજ પર અકસ્માતમાં ભેંસાણનો ધવલ બ્રેનડેડ થયો હતો

તેમજ બન્ને કિડની અમદાવાદ અને ધંધુકાની મહિલાઓમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવી હતી. ભેંસાણ ખાતે રહેતો ધવલ નરેશભાઈ પટેલ(20) મજુરાગેટ આઈટીઆઈમાં પહેલા વર્ષમાં અભ્યાસ કરતો હતો(20)ગુરુવારના રોજ બપોરે નરેશ આઈટીઆઈ માંથી ઘરે જવા મોટ બાઈક પર નિકળ્યો હતો. ત્યારે પાછળથી અડાજણના સીએના વિદ્યાર્થી અંકિત તારક કુંડુની બાઈક સાથે અકસ્માત સર્જાતા અંકિતનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું.

પરિવારને ઓર્ગન ડોનેશન અંગે માહિતી આપી

ગંભીર રીતે ઘવાયેલા ધવલને પ્રમુખ સ્વામી હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. જ્યાં શુક્રવારે તેને બ્રેનડેડ જાહેર કર્યો હતો. બ્રેનડેડ અંગેની માહિતી ડોનેટ લાઈફના નિલેશ માંડલેવાલાને મળતા ડોનેટ લાઈફની ટીમ હોસ્પિટલ પહોંચી હતી અને ધવલની માતા અને પરિવારને ઓર્ગન ડોનેશન અંગે માહિતી આપી હતી.

મુંબઈની ફોર્ટીસ હોસ્પિટલને હૃદય આપવામાં આવ્યું

ધવલ 6 મહિનાનો હતો ત્યારે જ તેના પિતાનું હૃદય રોગના હુમલામાં મોત થયું હોવાનું જણાવી તેઓ અંગદાન માટે સંમંત થયા હતા. પરિવારની સંમંતિ બાદ ડોનેટ લાઈફના નિલેશ માંડલેવાલાએ આઈકેડીઆરસીના પ્રાંજલ મોદીનો સંપર્ક સાધ્યો હતો. જ્યારે હૃદયના દાન માટે ગુજરાતની હોસ્પિટલમાં હૃદયના ટ્રાન્સપ્લાન્ટ માટે કોઈ પણ દર્દીના હોવાને કારણે ગુજરાતના ટ્રાન્સપોર્ટ ઓથોરાઈઝેશન કમિટીના ચેરમેન ડો.પ્રભાકરનો સંપર્ક કર્યો હતો. તેમણે ROTTO મુંબઈનો સંપર્ક કર્યો હતો અને ત્યાર બાદ મુંબઈની ફોર્ટીસ હોસ્પિટલને હૃદય આપવામાં આવ્યું હતું.

હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ મુંબઈમાં કરવામાં આવ્યું

ફોર્ટીસ હોસ્પિટલની ટીમ સુરત આવી હતી અને હૃદયનું દાન સ્વિકારી 277 કિ.મી. નું અંતર 109 મીનીટ કાપીને હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ મુંબઈના રહેવાસી મહાદેવ પટેલ(54)માં કરાયું હતું. તેવી જ રીતે બન્ને કિડનીઓ પૈકી એક કિડની ધંધુકાના નીતાબેન મકવાણા(38)માં અને એક કિડની અમદાવાદના રીનાબેન વ્રજેશભાઈ ચોક્સી(42)માં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આ‌વી હતી. તેમજ લિવર અને પેનક્રિઆસ રીસર્ચ માટે રાખવામાં આવ્યા છે.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો