અમદાવાદની આ સોસાયટીએ કોરોના દર્દી માટે કર્યો નવતર પ્રયોગ, હોસ્પિટલમાં બેડ ન મળતા ક્લબ હાઉસને બનાવી દીધી હૉસ્પિટલ, કોરોનાના દર્દીઓ લઇ રહ્યાં છે સારવાર

અમદાવાદમાં (Ahmedabad) કોરોના કેસનો (corona cases) રાફડો ફાટી નીકળ્યો છે એપ્રિલ મહિનામાં 7 જ દિવસમાં 15 હજાર કેસ સામે આવતાં તંત્ર સામે અનેક મુશ્કેલીઓ છે. જેમાંથી સૌથી મોટી મુશ્કેલી છે હૉસ્પિટલની વ્યવસ્થા. અમદાવાદ શહેરની તમામ ખાનગી હૉસ્પિટલના બેડ ફુલ થઈ ચુક્યા છે. આવામાં હોમ ક્વૉરન્ટીન ફેસિલીટી માટે પણ અનેક હૉસ્પિટલે વ્યવસ્થા ગોઠવી છે. આ વચ્ચે અમદાવાદના શહેરના રિવરફ્રન્ટ શાહીબાગના શિતલ એકવાએ અનોખો પ્રયાસ હાથ ધર્યો છે. એપાર્ટમેન્ટનાં ક્લબ હાઉસમાં કોવિડ કેર સેન્ટર ઉભું કરીને એપાર્ટમેન્ટનાં રહીશો સહિત સરકારને સહકાર આપ્યો છે.

અમદાવાદના શાહીબાગ ખાતે આવેલાં શિતલ એક્વામાં 140 જેટલાં ફલેટનાં રહીશોએ જોડે મળીને ક્લબ હાઉસની જગ્યામાં કોવિડ કેર સેન્ટર ઉભું કર્યું છે. જ્યાં હૉસ્પિટલની જેમ જ બેડ, વેન્ટીલેટર, ઓક્સિજન સહિતના તમામ સાધનો ઉપલબ્ધ કરવામા આવ્યા છે. છેલ્લાં 5 દિવસથી આ રીતે એપાર્ટમેન્ટમાં હોસ્પિટલ ઉભી કરવામાં આવી છે. જ્યાં એપાર્ટમેન્ટનાં રહીશો એડમિટ થાય છે, એટલું જ નહીં અહીં કેટલાંક રેસિડેન્ટ ડોક્ટર્સ માનવતાની દ્દષ્ટિએ મફતમાં સેવા પણ આપવા આવે છે. જેમની માટે પીપીઈ કીટ સહિતની તમામ વસ્તુઓ હાથવગી રાખવામાં આવી છે.

અમદાવાદ શહેરમાં કોરોના વાયરસને લઈને કથળેલી પરિસ્થિતી વચ્ચે શિતલ એક્વના રહીશોએ જાતે જ અહીં મીની હૉસ્પિટલ ઉભી કરી છે. જયાં અત્યાર સુધી 6 જેટલાં દર્દીઓ સારવાર લઈ ચુક્યા છે. હૉસ્પિટલની જેમ જ અહીં ઈન્જેક્શન અને દવાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. એપાર્ટમેન્ટનાં કલબ હાઉસને આ રીતે હૉસ્પિટલમાં ફેરવીને એપાર્ટમેન્ટનાં રહીશોએ પોતાના મેમ્બર્સ માટે વસુધૈવ કુટુંબ કમની ભાવના દાખવી છે.

આ વિશે સોસાયટીનાં રહીશોનું કહેવું છે કે, હૉસ્પિટલમાં દાખલ થવા માટે જો એમ્બ્યુલન્સ પણ મંગાવીએ તો પ્રાઈવેટ એમ્બ્યુલન્સ 5 હજાર રુપિયા માંગે છે. અમારા એપાર્ટમેન્ટનાં મેમ્બર્સ હેરાન ન થાય તે માટે અમે આ પ્લાન તૈયાર કર્યો છે. જેમાં ડોક્ટરની મદદ મળી અને તમામ ઈન્જેક્શનનો પુરવઠો પણ ડોક્ટર્સ દ્રારા અમને મળી ગયો. અમે આ મેસેજ દરેક સોસાયટી ટાવર એપાર્ટમેન્ટ સુધી પહોંચાડવા માંગીએ છીએ જેમની પાસે જગ્યા હોય તેમણે આ સુવિધા કરવી જોઇએ. અમારી પાસે ક્લબ હાઉસમાં મ્યુઝિક સિસ્ટમ છે. જેમાં અમે અવનવાં સોંગ્સ અને રેડિયો વગાડીને દર્દીને મનોરંજન પુરુ પાડીએ છીએ. અત્યારે અમારી પાસે પ્રાયોગિક ધોરણે માત્ર 2 જ બેડ છે. આગામી સમયમાં હજુ 2 બેડ અમે વસાવીશું.

તેમણે વધુમાં જણાવ્યું કે, અહીં સારી વાત એ છે કે, અમારા પરિવારજનો નજરની સામે હોય છે. જ્યારે હૉસ્પિટલમાં જતાં જ ચિંતા હોય છે કે, અમારું સ્વજન પાછું આવશે કે કેમ. કારણ કે હોસ્પિટલ તંત્ર કોરોના પેશન્ટની નજીક સ્વજનને જવા નથી દેતાં અથવા તેઓ શું કરે છે તે અમે વીડિયો કોલ જોઈ નથી શકતા. અમારી તમામને નર્મ અપીલ છે કે, જો તમારી પાસે જગ્યા હોય તો આ જ પ્રકારે તમે વ્યવસ્થા ગોઠવો જેથી સ્વજનની સારવાર ઘર આંગણે થઈ શકે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો