સુરતમાં સ્પાની સાથે કપલ બોક્સનું નવુ દૂષણ ખુલ્યું, કેફેમાં ટેબલ-ખુરશીને બદલે હવે ખાટલા ગોઠવાયા, ગર્લ ફ્રેન્ડને લઈ એક કલાકના આટલા રૂપિયામાં અપાય છે એકાંત!

બે અઠવાડિયા પહેલા કતારગામની કિશોરીને સિંગણપોરમાં આવેલા કપલ બોક્સમાં લઈ જઈ બોય ફ્રેન્ડે અંગત પળનો વિડિયો ઉતારી લીધા બાદ તરૂણીને કહ્યું કે, ‘જો તારા ઘરમાં ચોરી કરી મને રૂપિયા નહી આપે તો આ વિડિયો સોશિયલ મિડિયા પર વાયરલ કરી દઈશ.’ આ અંગે પોલીસમાં એફઆરઆઈ પણ થઈ છે. શહેરમાં માત્ર કતારગામ, સિંગણપોર જ નહીં પણ વરાછા, કાપોદ્રા, પુણા સહિત શહેરમાં જ 350થી વધુ કપલ બોક્સ ચાલી રહ્યાં છે. પ્રાયવસી શોધતા ટીનએજ માટે કપલ બોક્સની અંગત પળો કેટલી સુરક્ષિત છે ?

આજકાલ મોબાઇલ ના યુગ માં કેટલાક ટાઈમપાસ કરનારા ઈસમો માસૂમ અને નાદાન યુવતીઓ ને ફસાવી તેઓ નું શરીર ચુથવા અને મજા કરવા મોકા ની રાહ જોતા હોય છે ત્યારે આવા લોકો ને એકાંત ની તલાશ હોય છે અને બીઝનેસ કરવા વાળાઓ એ આ રસ્તો પણ શોધી નાખ્યો છે આવા ધંધા સુરત માં ચાલુ થઈ ગયા છે જ્યાં બે કહેવાતા લવરિયાઓ ને એકાંત અને સુવા માટે ખાટલો પણ મળી રહે છે ગુજરાત ના એક મીડિયા હાઉસ ના રિપોર્ટ માં આ ખુલાસો થયો છે.

કપલ બોક્સમાં શું હોય? 5 ફૂટનો બેડ, અંદરથી લોક કરાઈ તેવી કેબિન
દરેક કપલ બોક્સ એસીની ચીલ્ડ ઠંડકથી સજ્જ હોય છે. આજુબાજુના બોક્સની પ્રાઈવસી જળવાઈ રહે તે માટે દરેક બોક્સમાં દરવાજો હોય છે. આ દરવાજો અંદરથી બંધ થઈ શકે છે. કપલ બોક્સની અંદર આછી-આછી રોશની અથવા લાઈટ બંધ હોય છે. અથવા જે જગ્યા પર લાઈટ હોય છે તે નાઈટ લેમ્પથી વિશેષ હોતી નથી. બોક્સની અંદર સુઈ શકાય તે માટે બેડ પણ હોય છે. બાજુમાં રહેલાં બોક્સનો અવાજ ન સંભળાય તે માટે હાઈ વોલ્યુમ પર સતત લવ સોન્ગ વાગતા હોય છે.

યોગી ચોક વિસ્તારના કપલ બોક્સ પહેલા માળે આવેલું છે. બોક્સમાં અંદરથી લોક લાગી જાય તેવી વ્યવસ્થા હતી. સુવા માટે 5 ફૂટ જેટલો બેડ હતો. સંચાલન યુવતિ કરતી હતી. યોગી ચોક વિસ્તારની એક બિલ્ડિંગમાં ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલા કપલ બોક્સમાં પણ લાઈટ બંધ હતી. મ્યુઝિક હાઈ વોલ્યુમ પર વાગતું હતું.

આમ આવા એકાંત ખાટલા ગ્રહો માં એક કલાક ના 200 માં એસી રૂમમાં છોકરી સાથે રહેવાની અહીં સગવડો ઉભી થતા હવે સમાજ માટે રેડ સિગ્નલ છે. સુરતમાં સ્પાની સાથે સાથે કપલ બોક્સ અને કેફેમાં ટેબલ-ખુરશીને બદલે હવે ખાટલા ગોઠવાતા કહેવાતા પ્રેમ ની આડ માં વાસના ભૂખ્યા લોકો 200 રૂપિયા ખર્ચી મોજ કરી રહ્યા છે અને આવા ધંધા માં ક્યારેક યુવતી ની સહમતી ન હોય તો પણ પરાણે છેડછાડ કરી વિડીયો ઉતારી બ્લેક મેઈલ ની ઘટનાઓ પણ બનવાની શક્યતા હોય ક્રાઈમ બ્રાન્ચ આ મામલે તપાસ કરે તે જરૂરી છે.

અમે કોઈને પરમીશન નથી આપી

પોલીસ કમિશનર અજય તોમર એ જણાવ્યુ કે,​​​​​ કપલ બોક્સ હોવાએ ગુન્હો નથી. પરંતુ દરવાજો બંધ થાય, લાઈટ બંધ થાય તેવી વ્યવસ્થા હોય તો તે ગેરકાયદે કહી શકાય. આવા કપલ બોક્સ વિશે મને જાણકારી નથી. તપાસ કરીશું અને આવા કપલ બોક્સ માટે અમે કોઈને પરમિશન પણ આપી નથી.

ગુનાહિત પ્રવૃત્તિઓ થઇ શકે છે​​​​​​​

એડવોકેટ કીર્તિ ગજેરા એ જણાવ્યુ કે, ​​​​​​​​​​​​હાલ આવા બોક્સ માટે કોઇ ગાઇડલાઇન નથી. આવા સ્થળે તો છોકરી વિરોધ કરે તો પણ બળજબરી કે બ્લેકમેઇલની ગુનાહિત પ્રવૃત્તિઓ થઇ શકે છે. આવી કેબિનો સભ્ય સમાજ માટે યોગ્ય તો કહી જ ના શકાય

ગુમાસ્તા લાઇસન્સ અપાયું નથી

આસિસ્ટન્ટ કમિશનર, પાલિકા આર.એમ.ગામીત એ જણાવ્યુ કે, કપલ બોક્સ માટે સુરત મહાનગરપાલિકાએ હજુ સુધી કોઇને ગુમાસ્તા ધારા હેઠળ લાઇસન્સ આપ્યું નથી અને આવા બોક્સ માટે કોઇ ગાઇડલાઇન પણ બની નથી. ફરિયાદ આવશે તો અમે કાર્યવાહી કરીશું

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો