બ્રહ્મકમળનો બગીચો: જુઓ 14,500 ફૂટની ઊંચાઈએ દુર્લભ બ્રહ્મકમળથી ખીલી ઊઠેલો હિમાલય

ઉત્તરાખંડના રૂપકંડના આખરી બેઝ કેમ્પ ભગુવાશા નજીક 14,500 ફૂટની ઊંચાઈએ આવેલા હિમાલય વિસ્તારમાં સૌથી વધુ દુર્લભ બ્રહ્મકમળ અને નીલકમળ ખીલે છે. નિષ્ણાતોનું કહેવું છે કે, આ વખતે અહીં લાંબા સમય સુધી વરસાદ પડ્યો હોવાથી બ્રહ્મકમળ ઓક્ટોબરમાં પણ ખીલેલાં છે. આ ફૂલોની પાછળ બરફથી ઢંકાયેલા નંદાઘૂંઘટી અને ત્રિશૂળ પર્વત દેખાઈ રહ્યા છે.

એક માન્યતા પ્રમાણે, ભગવાન શિવને ખુશ કરવા માટે બ્રહ્માજીએ બ્રહ્મકમળની રચના કરી હતી. જનશ્રૃતિ પ્રમાણે શિવજી માતા નંદા દેવી સાથે યાત્રા કરી રહ્યા હતા, ત્યારે પણ તેમણે પોતાના વાહન વાઘને છોડ્યું ન હતું. એટલે આ જગ્યા બઘુવાશા તરીકે પણ ઓળખાય છે. દર 12 વર્ષે નંદા દેવી રાજજાત યાત્રા આ જ માર્ગે નીકળે છે, જે હવે 2024માં યોજાવાની છે.

27 કિ.મી.ની યાત્રામાં 20 કિ.મી.નું સીધું ચઢાણ

રૂપકુંડથી બઘુવાશા પહોંચતા ત્રણ દિવસ થાય છે. આ 27 કિ.મી.ની યાત્રામાં 20 કિ.મી. સીધું ચઢાણ છે. અહીં ઓક્સિજન ઓછો હોય છે અને ગરમીમાં પણ તાપમાન શૂન્ય ડિગ્રી હોય છે, જ્યારે શિયાળામાં તાપમાન માઈનસ 20 ડિગ્રી સુધી નીચું જતું રહે છે. અહીં કસ્તુરી મૃગ, રીંછ અને હિમ દીપડા જોવા મળે છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો