પત્નીનું મૃત્યુ થતાં પાડોશીઓએ કાંધ ન આપી તો સાઇકલ પર લઈ જવા લાગ્યો શવ, પોલીસે દેખાડી માનવતા

કોરોના વાયરસે આખા વિશ્વમાં હાહાકાર મચાવી રાખ્યો છે. ભારતમાં કોરોના તાંડવ કરી રહ્યો છે. કોરોનાના કપરા કાળમાં માનવતાની પરીક્ષા થઈ રહી છે. આ કપરા કાળમાં એવા એવા સમાચાર સાંભળવા મળે છે જેને સાંભળીને આપણી રુવાંટી ઊભી થઈ જાય છે. ક્યાંક લોકોને હૉસ્પિટલોમાં બેડ મળી રહ્યા નથી, ક્યાંક લોકોને શબવાહિની મળી રહી નથી, તો કોઈક ને કાંધ આપવા માટે લોકો મળી રહ્યા નથી. એવી એક ઘટના સામે આવી છે. જ્યાં એક શખ્સની પત્નીના શવને કાંધ આપવા માટે ગ્રામજનો પણ રાજી ન થયા.

કોરોના કાળમાં પોતિકા પણ પારકા થઈ રહ્યા છે, શવને કાંધ આપવા માટે પાડોશીઓ, સંબંધીઓ પણ મદદ કરવા માટે આગળ આવી રહ્યા નથી. એવા સમયમાં ઝોનપુરની પોલીસે માણસાઈનું ઉદાહરણ રજૂ કર્યું છે. કોરોનાથી મૃત થઇ હોવાનું કહીને પત્નીના અંતિમ સંસ્કારમાં સહયોગ માટે ગામમાં 4 કાંધ ન મળી તો પતિ સાઇકલ પર જ શવ રાખીને નદી કિનારે ચાલી નીકળ્યો. જાણકારી મળતા જ પોલીસે ન માત્ર કાંધ આપી, પરંતુ અંતિમ સંસ્કાર માટે સામાન અને સ્મશાન ગૃહ સુધી પહોંચાડવા શબવાહિની પણ ઉપલબ્ધ કરાવી.

આ ઘટના મડિયાહૂં પોલીસ સ્ટેશન વિસ્તારના અંબારપુર ગામની છે. અહીંનો રહેવાસી તિલકધારી સિંહની પત્ની, રાજકુમારી (ઉંમર 56 વર્ષ)નું જિલ્લા હૉસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થઈ ગયું. શબવાહિનીથી શવ લઈને તિલકધારી ગામમાં પહોંચ્યો. અંતિમ સંસ્કાર માટે સ્મશાન ગૃહ સુધી લઈ જવા માટે પાડોશીઓ પાસે સહયોગ માગ્યો, પરંતુ કોરોનાથી મોત થઈ છે એમ કહીને કોઈ પણ આગળ ન આવ્યું. પરિસ્થિતિ આગળ મજબૂર થઈને તિલકધારીને બીજો કોઈ ઉપાય ન દેખાયો તો પત્નીના શવને પોતાની સાઇકલ પર રાખીને એકલાએ જ અંતિમ સંસ્કાર કરવાનું વિચારી લીધું.

તે સાઇકલ પર શવ લઈને ગામમાં નદી કિનારે પહોંચ્યો. અગ્નિ સંસ્કાર કરવા માટે હજુ ચિતા પણ લાવી શક્યો નહોતો કે ગામના લોકોએ શવ સળગાવવાની ના પાડી દીધી. માહિતી મળતા જ પોલીસે ઘટનાસ્થળે જઈને તિલકધારી સિંહની સહાયતા કરી. શવ માટે ઠાઠડી બનાવી, તેને કાંધ અપાવી અને પછી વાહનની વ્યવસ્થા કરીને રામઘાટ સુધી પહોંચાડ્યું. અંતિમ સંસ્કાર માટે પૈસા પણ ઉપલબ્ધ કરાવ્યા. આ સંબંધમાં મડિયાહૂંના CO સંત કુમારે જણાવ્યું કે ઘટનાની જાણકારી પર પોલીસ પહોંચી ગઈ હતી. પોલીસે તિલકધારી સિંહની સહાયતા કરી. શવ માટે ગાડીની વ્યવસ્થા પણ કરવામાં આવી. એ સિવાય અંતિમ સંસ્કાર માટે શવને ઝોનપુર રામઘાટ પર મોકલાવ્યું. પોલીસકર્મીઓનો પ્રયાસ વખાણ લાયક છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો