મહુવાની ખુશી પટેલ NEETમાં ST કેટેગરીમાં ગુજરાતમાં પ્રથમ સ્થાન મેળવ્યું, હવે MBBSમાં પ્રવેશ મેળવશે

મેડિકલ કોર્સમાં પ્રવેશ માટે લેવામાં આવેલી નેશનલ એલિજીબિલીટી ક્રમ એન્ટ્રન્સ ટેસ્ટ (NEET)નું પરિણામ જાહેર થઈ ગયું છે. જેમાં સુરતના મહુવાની ખુશી પટેલે 720માંથી 651 સ્કોર મેળવીને એસટી કેટેગરીમાં સમગ્ર ગુજરાતમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે.

સુરત જિલ્લાના મહુવાના શિક્ષક દંપતીની 18 વર્ષીય પુત્રી ખુશી પટેલની સખત મહેનત રંગ લાવી છે. જેણે NEETની પરીક્ષામાં 720માંથી 651 માર્ક્સ મેળવી ગુજરાત અને સુરત જિલ્લાનું નામ રોશન કર્યું છે.

NEETના જાહેર થયેલા પરિણામમાં ખુશી પટેલે સમગ્ર ગુજરાતમાં એસટી કેટેગરીમાં પ્રથમ તો ઓલ ઈન્ડિયામાં છઠ્ઠો રેન્ક મેળવ્યો છે. પોતાની સફળતા અંગે ખુશીએ જણાવ્યું કે, માતા-પિતાના પ્રોત્સાહન અને સહકાત તેમજ મારી મહેનતના કારણે આ શક્ય બન્યું છે. આ સાથે જ ખુશીએ MBBSમાં પ્રવેશ મેળવીને તબીબ બનવાનું સપનું પૂર્ણ કરવાનું જણાવ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો