NCERTએ સ્કૂલો ખોલવા માટે કેન્દ્રને ગાઈડલાઈનનો ડ્રાફ્ટ સોંપ્યો, 6 તબક્કામાં ખૂલશે સ્કૂલો, ઑડ-ઈવન ફોર્મુલા અપનાવાશે અથવા તો બે શિફ્ટમાં ક્લાસ લેવાશે
એનસીઈઆરટીએ સ્કૂલો ખોલવાની તૈયારીને લઈને સરકારને ગાઈડલાઈનનો ડ્રાફ્ટ સોંપી દીધો છે. આ ડ્રાફ્ટ પ્રમાણે, સ્કૂલ ખૂલ્યા પછી એક ધોરણમાં એક જ ક્લાસમાં ભણતા વિદ્યાર્થીઓને એકસાથે નહીં બોલાવાય. આ માટે રોલ નંબર પ્રમાણે ઑડ-ઈવન ફોર્મુલા અપનાવાશે અથવા તો બે શિફ્ટમાં ક્લાસ લેવાશે. વિદ્યાર્થીઓના સ્કૂલ પહોંચવાના સમયે ધોરણો પ્રમાણે 10-10 મિનિટનું અંતર રખાશે. આ ડ્રાફ્ટમાં સોશિયલ ડિસ્ટન્સિંગના હેતુથી ક્લાસ ખુલ્લા આકાશ નીચે લેવાય એવું પણ સૂચન કરાયું છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
આ ઉપરાંત ટ્રાન્સપોર્ટ માટે એક સીટ પર એક જ વિદ્યાર્થીને બેસાડી શકાશે અને માર્ગદર્શિકામાં વધુ વિગતો જાહેર કરાશે. હોસ્ટેલ હોય ત્યાં બેડ પણ 6-6 ફૂટના અંતરે રાખવાના રહેશે અને કુલ ક્ષમતાના 33% વિદ્યાર્થી જ હોસ્ટેલમાં રહી શકશે.
6 તબક્કામાં સ્કૂલ ખૂલશે
- પ્રથમ તબક્કો – 11માં અને 12માંના ક્લાસ શરૂ થશે.
- 1 અઠવાડિયા પછી – 9માં અને 10માંના ક્લાસ શરૂ થશે.
- 2 અઠવાડિયા પછી – 6થી 8 ધોરણ સુધીના ક્લાસ શરૂ થશે.
- 3 અઠવાડિયા પછી – 3થી 5 ધોરણના ક્લાસ શરૂ થશે.
- 4 અઠવાડિયા પછી – પહેલા ધોરણના ક્લાસ શરૂ થશે.
- 5 અઠવાડિયા પછી – વાલીઓની સંમતિથી નર્સરી-કેજીના ક્લાસ શરૂ કરી શકાશે. કન્ટેનમેન્ટ ઝોનની સ્કૂલ બંધ રહેશે.
સ્કૂલ : ક્લાસમાં બાળકો વચ્ચે 6 ફૂટનું અંતર જરૂરી
- ક્લાસમાં 30 કે 35 બાળકોને જ બેસાડી શકાશે. વિદ્યાર્થીઓ વચ્ચે 6 ફૂટનું અંતર જરૂરી.
- ક્લાસમાં એસી નહીં ચલાવાય. દરવાજા-બારી ખૂલ્લાં રહેશે.
- વિદ્યાર્થીઓને ઓડ-ઈવનના આધારે બોલાવવાના રહેશે પણ હોમ એસાઈનમેન્ટ રોજ આપવાનું.
- ડેસ્ક પર નામ લખેલું હશે, જેથી બાળકો રોજ એક જ જગ્યાએ બેસે.
- મોર્નિંગ એસેમ્બલી અને વાર્ષિક ઉત્સવ નહીં યોજાય.
બાળકો: નોટ-બુક્સ, પેન્સિલ, નાસ્તો શૅર નહીં કરી શકે
- દરેક બાળક માટે માસ્ક જરૂરી.
- બાળકો નોટ-બુક્સ, પેન, પેન્સિલ, ઇરેઝર વગેરે શૅર નહીં કરી શકે.
- પાણી ઘરેથી લઇને આવશે. નાસ્તો કોઇની સાથે શૅર નહીં કરી શકે.
- જે વિદ્યાર્થીઓ સ્કૂલમાં સોશિયલ ડિસ્ટન્સિંગ નહીં જાળવે તેમના વાલીઓને જાણ કરાશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..

