32 વર્ષીય સીઆરપીએફ જવાનના આવતા મહિને ધામધૂમથી લગ્ન થવાના હતા, પિતા તૈયારીઓ કરતા હતા અને જવાન શહીદ થઈ ગયો

માતા-પિતા તેમના જે દિકરાના આવતા મહિને ઘોડે ચડવાના સપના જોતા હતા તે દીકરાની અર્થી ઉપાડવાનો સમય આવતા પરિવારજનોને સખત આઘાત લાગ્યો છે. જે દિકરા માટે જાન જોડવાની તૈયારીઓ કરવામાં આવતી હતી તે જ ઘરમાં હવે તેનો પાર્થિવ દેહની રાહ જોવામાં આવી રહી છે અને ત્યાં અંતિમ સંસ્કારની તૈયારીઓ થવા લાગી છે. હા, અહીં વાત થઈ રહી છે છત્તીસગઢના બીજાપુરમાં થયેલા નક્સલી હુમલામાં શહીદ થયેલા 32 વર્ષના સીઆરપીએફના જવાન સખમુરી મુરલી કૃષ્ણાની. તેઓ ગંટૂર જિલ્લામાં રહેતા હતા.

પરિવાર-ગામમાં માતમ છવાયો

આંધ્ર પ્રદેશના ગંટૂરમાં રહેતા મુરલી કૃષ્ણા પણ સીઆરપીએફની ટીમનો હિસ્સો હતા. બીજાપુરમાં તેમની સીધી નક્સલીઓ સાથે ટક્કર થઈ અને તેમાં તેઓ શહીદ થયા. નક્સલીઓ ગોળીબારમાં મોત થયું હોવાની માહિતી પરિવારને રવિવારે રાતે મળતા તેમના પર આભ ટૂટી પડ્યું હતું. આ સમાચારથી સમગ્ર ગામમાં માતમ છવાઈ ગયો છે.

​​​​​​​શહીદ મુરલી કૃષ્ણાના માતા-પિતાએ આવતા મહિને 22 મેના રોજ તેમના લગ્ન નક્કી કર્યા હતા. તેમના પિતા સખમુરી રવીન્દ્ર અને તેમની માતા વિજયકુમારી લગ્નની તૈયારીમાં જોડાયેલા હતા અને તેમને સહેજ પણ અહેસાસ નહતો કે હવે તેમનો દીકરો નહીં પરંતુ તેનું પાર્થિવ શરીર જ ઘરે પહોંચશે. મુરલી કૃષ્ણા છ વર્ષ પહેલાં જ સીઆરપીએફમાં સામેલ થયા હતા અને તેઓ કોબરા-210 વિંગમાં કામ કરતાં હતા. તેમના ગામ સટનપલ્લીમાં અચાનક તેમના શહીદ થવાની ખબર પહોંચતા જ આખા ગામમાં માતમ છવાઈ ગયું હતું. માતાને આ સમાચાર મળતાં જ તેઓ બેભાન થઈ ગયા હતા.

નોંધનીય છે કે, શનિવારે નક્સલીઓએ ટાર્ગેટ કરીને છત્તીસગઢના બીજાપુર અને સુકમામાં સેના પર હુમલો કર્યો હતો. રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે નક્સલીઓએ 700 જવાનોને ઘેરીને તેમના પર હુમલો કર્યો હતો. જેમાં 22 જવાન શહીદ થયા હતા. 3 એપ્રિલે ઘટના સ્થળેથી એક જવાનનો મૃતદેહ મળ્યો હતો. જ્યારે 21 જવાન હુમલા પછીથી ગુમ હતા.

પહેલાં એક જ જવાનનો મૃતદેહ મળ્યો હતો

4 એપ્રિલે સર્ચ ઓપરેશન દરમિયાન વધુ 21 જવાનોના મૃતદેહો મળી આવ્યા હતા. હજી પણ એક જવાન ગાયબ છે. જોકે તે વિશે નક્સલીઓએ ઓડિયો મેસેજ જાહેર કરીને કહ્યું છે કે, રામેશ્વરન નામનો જવાન તેમના કબજામાં છે અને તે સુરક્ષીત છે. આ હુમલામાં 31 જવાન ઘાયલ થયા છે. જેમની સારવાર ચાલી રહી છે. તેમાં કોબરા, બટાલિયન, DRG, STF અને એક બસ્તરિયા બટાલિયનના જવાન સામેલ છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો