1 વર્ષનાં પ્રેમલગ્નનો કરુણ અંત, સાસરિયાનાં ત્રાસથી કર્યો આપઘાત, નવસારીની પુત્રીએ માતાને છેલ્લો ફોન કરતાં કહ્યું- મારાથી હવે સહન નથી થતું….

આજે બદલાતા જમાનામાં હજુ પણ લવ મેરેજને સમાજ અને પરિવારને સ્થાન આપવામાં આવતું નથી. આવી રીતે જ પ્રેમ લગ્ન કરવા ચીખલીની એક યુવતીને ભારે પડી ગયા હતા. એક વર્ષ પહેલાં સાસરીયાઓએ જ મંજૂરી સાથે પ્રેમ લગ્ન કરાવ્યા હતા. પણ સાસરીમાં આવ્યા બાદ યુવતીને એવો તે માનસિક ત્રાસ આપ્યો કે, યુવતીએ પોતાની માતાને અંતિમ ફોન કરી આપઘાત કરતી હોવાનું જણાવ્યું હતું.

આ ઘટના નવસારીના ચીખલી તાલુકાના રાનકુવા ગામની છે. ચીખલી તાલુકા પંચાયત પ્રમુખ નરેન્દ્ર પટેલની દીકરી નિધિ પટેલ (ઉંમર-30)ને ચીખલીમાં જ વાણીયાવાડમાં રહેતાં વિશાલ કાપડીયા સાથે પ્રેમ સંબંધ હતો. બંનેના પ્રેમ સંબંધની જાણ થતાં જ નિધિ અને વિશાલના પરિવારે સાથે મળીને બંનેનાં લગ્ન કરાવ્યા હતા. પોતાના પ્રેમ લગ્નનું સ્વપ્ન પૂરૂ થતાં જ નિધિ ખુશખુશાલ હતી.

પણ નિધિનું સ્વપ્ન દુઃસ્વપ્નમાં ફેરવવાનું હતું. લગ્નનાં થોડા જ દિવસો બાદ સાસરીયાઓએ પોતાનો અસલી ચહેરો નિધિને દેખાડવા લાગ્યા. સાસરીયાઓ દ્વારા નિધિને મ્હેણા ટોણા મારવામાં આવ્યા, સતત તેને ત્રાસ આપવામાં આવ્યો. અને એક વર્ષમાં જ તેની માનસિક શક્તિ ખૂટી પડી. એક વર્ષ સુધી પોતાના પતિ અને સાસરીયા સાથે મનમેળાપ કરવા બધુ હસતા મોઢે સહન કરતી રહી. પણ અંતે નિધિની સહનશીલતાનો અંત આવ્યો. સાસરિયા દ્વારા મને અને મારા પતિ વિશાલને અસહ્ય ત્રાસ આપવામાં આવી રહ્યો છે. પતિ વિશાલ ટેન્શનમાં છે. ત્રણ દિવસથી નોકરી પર પણ ગયા નથી અને રડ્યા કરે છે.

સાસરીયાઓનાં ત્રાસના કારણે અતૂટ પ્રેમ કરતા પતિને પત્નીનો વિરહ કરવાનો વારો આવ્યો છે. જો કે, આપઘાતમાં પતિ હંમેશા પોતાની પત્નીની પડખે ઉભો રહ્યો હતો. પણ પોતાના જ માતા-પિતાને તે સમજાવી શક્યો નહીં. અને આજે જેની સાથે સાત ફેરા ફર્યા હતા, જીવન સાથે વીતાવવાના સપનાં જોયા હતા તે પ્રેમ એક વર્ષમાં જ દુનિયાને અલવિદા કહીને જતી રહેશે તેણે તેવું સપનેય નહીં વિચાર્યું. પણ આ મામલે યુવતીના પિતાએ પોલીસ ફરિયાદ કરી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો