નવસારીમાં KBCના નામે 25 લાખની લોટરી લાગ્યાનો આવ્યો ફોન, 1.39 લાખ પડાવતા યુવાને કર્યો આપઘાત

નવસારી (Navsari) તાલુકાના ખેરગામમાં રહેતા આદિવાસી યુવાને 10મી માર્ચે આપઘાત કરી લીધો હતો. આ ઘટનામાં એક નવો વળાંક આવ્યો છે. પરિવારના આક્ષેપ પ્રમાણે, આ યુવકના ફોન પર મહાકેબીસીના (KBC) નામે 25 લાખની લોટરીનું ઇનામ લાગ્યું હોવાનું કહી તમારે ટેક્સના રૂપિયા ભરવા પડશે તેમ જણાવ્યું હતું. જેથી આ યુવાને ઓનલાઇન 1.36 લાખ રૂપિયા ભર્યા હતા. જે બાદ તેની પાસે વધુ રૂપિયાની પણ માંગ કરવામાં આવી હતી. આ યુવાનને દેવુ થઇ જતા જીવન ટૂંકાવ્યું (suicide) હોવાનું પરિવાર જણાવી રહ્યો છે. આ અંગે પરિવાર પોલીસ પાસે જઇને ફરિયાદ નોંધવાની માંગ કરી છે.

આ અંગે મળતી માહિતી પ્રમાણે, નવસારીના ખેરગામના 22 વર્ષીય નિરલભાઇના ચાર મહિના પહેલા જ પ્રેમ લગ્ન થયા હતા. તે પત્ની અને માતાપિતા સાથે રહેતો હતો. 10મી માર્ચે કામ પર જવાનું કહીને ઘરેથી નીકળ્યો હતો. જે બાદ તેની લાશ વાડીમાં લટકતી જોવા મળી હતી. ત્યારે તો આપઘાત પાછળનું કારણ સામે આવ્યું ન હતું પરંતુ પછી જાણ થઇ કે, નિરલે દેવુ વધી જતા આપઘાત કરી લીધો છે.

મળતી માહિતી પ્રમાણે, આ યુવાનને કેબીસીના નામે ફોન આવ્યા હતાં. જેમાં જણાવ્યું હતું કે, કોન બનેગા મહાકરોડપતિ સ્કીમમાં કમ્પ્યુટરમાં તમારા નંબરને રૂ. 25 લાખનું ઇનામ લાગ્યું છે. તે ફોનવાળાએ પોતાનું નામ અરૂણ કહ્યું હતુ. તેને ફોનમાં એવું પણ જણાવ્યું હતું કે, આ અંગેની કોઇે વાત કરશો નહીં કારણ કે, તમારો નંબર કોઇ બંધ કરાવીને પોતાને નામે કરાવીને આ રૂપિયા લઇ શકે છે. આવું કહી ભેજાબાજે 25 લાખના વ્યાજ રૂપે રૂપિયાની ઉઘરાણી કરી હતી અને 1.39 લાખ પડાવ્યા હતા.

નિરલને 25 લાખનો જેકપોટ લાગ્યો છે તેવો ફોટા અને દસ્તાવેજો મંગાવી પ્રમાણપત્ર બનાવી આપ્યા હતા. જેને લઈ ભેજબાજોએ વડાપ્રધાન મોદી અને અમિતાભ બચ્ચનના ફોટાવાળું 25 લાખનું પ્રમાણપત્ર પણ બનાવીને મોકલ્યું હતું, જેમાં નિરલનો ફોટો અને સિક્કા પણ લાગેલા હતા.

નિરલ હળપતિને લાલચ આપવા માટે પહેલા ભેજાબાજોએ 25 લાખ રોકડા બતાવ્યા હતા. આ રૂપિયા બતાવીને કહ્યું હતું કે, આ રૂપિયા તમારા ખાતામાં મોકલવાની પ્રોસેસ શરૂ છે એમ જણાવી વીડિયો મોકલ્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો