નવસારીના ઉદ્યોગપતિએ બોયકોટ ચાઈના અભિયાનનો કર્યો પ્રારંભ, અલિબાબા સાથેનો 11 વર્ષ જૂનો ગોલ્ડન સપ્લાયરનો વિશેષ દરજ્જા વાળો કરાર રદ્દ કર્યો

દેવીનાપાર્કમાં પરેશ રાઠોડ પરિવાર સાથે રહે છે. તેમણે સચિનના sez વિસ્તારમાં કાલિકા ઇન્ટરનેશનલ કંપની સ્થાપી બ્રેક ફ્લ્યુડ નામનું પ્રવાહીનું ઉત્પાદન કરી રહ્યા છે. તેઓ એશિયામાં પ્રથમ ક્રમનાં વિક્રેતા છે અને વિશ્વનાં 30 દેશ સાથે વ્યાપાર કરે છે. આ કંપની માટે 11 વર્ષ અગાઉ ચાઈનાની ઓનલાઈન વસ્તુ વેચનાર કંપની ALIBABA.COM સાથે જાહેરાતના કોન્ટ્રાકટ કર્યા હતા. અલીબાબા કંપનીની સ્થાપનાનાં શરૂઆતનાં વર્ષોથી જ સંકળાયેલા હોય ગોલ્ડન સપ્લાયર તરીકે અલીબાબા કંપનીએ પ્રમાણપત્ર પણ આપ્યું હતું.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

સ્વદેશી કંપનીને સહયોગ અપાશે

5 લાખની જાહેરાતનો વાર્ષિક કોન્ટ્રાકટ હતો પરંતુ હાલમાં ચાઈનીઝ આર્મી દ્વારા ભારતીય સૈનિકો ઉપર બર્બરતાથી હુમલો કરી 20થી વધુ જવાન શહીદ થતા ઉદ્યોગપતિ પરેશભાઈ રાઠોડનું મન વ્યથિત થયું હતું. જેથી તેમણે ચાઈના કંપની ALIBABA.COM સાથે પોતાનો વાર્ષિક કોન્ટ્રાકટ રદ કરી દીધો હોવાનું જણાવ્યું હતું અને ચાઈનાથી વેપારને સંલગ્ન ચીજવસ્તુઓ ખરીદતા હતા તે પણ કોન્ટ્રાટક રદ કરી દીધો છે. હવે પછી તેમના વિકલ્પ તરીકે અન્ય સ્વદેશી કંપની અથવા ભારત દેશના સમર્થનમાં હોય તેવી કંપનીને તેઓ સહયોગ આપશે. પરેશભાઈ સયાજી લાયબ્રેરી, એનએમએન નવસારી, વિદ્યાકુંજ શાળાનાં ટ્રસ્ટી તરીકે સેવા પણ આપી રહ્યા છે.

ચીન સાથે વેપારનો બહિષ્કાર જ આખરી વિકલ્પ

દેશહિત પહેલા ત્યાર બાદ ધંધા-રોજગારને માનું છું. એક બાજુ બોર્ડર ઉપર ચાઈનાના સૈનિકોએ દેશનાં સૈનિકો ઉપર હુમલો કરી તેમની જાન લે ! અને તેવા દેશ સાથે હું વેપાર કરી તેમને મદદ કરું તે કેમ ચાલે. બધા ભારતીયો ચાઈનાની વસ્તુનો બહિષ્કાર કરવાનું શરુ કરે તો આગામી 5 વર્ષમાં ચાઈના ઘૂંટણિયે પડી શકે એમ છે. સરકાર જે કહે તે પણ આપણે ભારતીય તરીકે આપણા સૈનિકોને મારે તેવા દેશનો બહિષ્કાર જ આખરી વિકલ્પ છે. – પરેશ રાઠોડ, ઉદ્યોગપતિ અને પ્રમુખ, સુર્સેસ યુનિટ હોલ્ડર, સુરત

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો