બારડોલીઃ સગીરા સાથે ચોથી વાર દુષ્કર્મ આચરવા જતા આરોપીને મળ્યું મોત, પકડાયેલા યુવકને માર મારતો વિડિયો વાઈરલ

કોસંબા નજીક એક ફાર્મ પર સગીરા (minor girl) સાથે ત્રણ વાર દુષ્કર્મ આચરનાર (rape accused) આરોપીનું મોત થયું છે. ચોથી વખત કૃત્યને અંજામ આપવા જાય એ પહેલા સગીરાએ બુમાબુમ કરતા પિતાના હાથે પકડાય ગયેલા આરોપીને સગીરા પિતા અન્ય ત્રણ લોકો એ માર માર્યો હતો એવો આક્ષેપ આરોપીએ કર્યો હતો. લાજપોર જેલમાંથી સારવાર અર્થે સિવિલમાં (civil hospital) ખસેડ્યા બાદ સારવાર દરમિયાન મોત થયું હતું.

ગત 27 તારીખના રોજ નેશનલ હાઈવે નંબર-8 (National highway 8) પર કઠવાડા ગામની સીમમાં આવેલા એક ફાર્મમાં મજૂરી કામ કરતા પરિવારની સગીર દીકરી પર દુષ્કર્મનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંતુ સગીરાએ બુમાબુમ કરતા નજીક કામ કરી રહેલા સગીરાના પિતા બુમાબુમ સાંભળી રૂમ પર આવી પહોચ્યા હતા. અને હવસખોરને પકડી લીધો હતો. હવસખોર નજીકના કઠવાડા ગામનો કલ્પેશ ઉર્ફે લાલો દીપક વસાવા હોવાનું બહાર આવ્યું હતું.

ઘટના બાદ સગીરાના પિતા તેમજ અન્ય 2 વ્યક્તિએ આરોપીને કોસંબા પોલીસને સોપ્યો હતો. પોલીસ કસ્ટડીમાં આરોપીએ સગીરાના પિતા સહિત અન્ય બે વ્યક્તિઓએ દોરડાથી બાંધી તેને મારમાર્યો હોવાનું જણાવ્યું હતું. તેમજ અગાઉ ત્રણ વાર સગીરા સાથે એકલતાનો લાભ લઇ દુષ્કર્મ કર્યાની પણ કબૂલાત કરી હતી.

જોકે આરોપીની ફરિયાદને લઇ કોસંબા પોલીસ દ્વારા સગીરાના પિતા સહિત અન્ય બે વ્યક્તિઓ વિરુદ્ધ એન.સી ફરિયાદ પણ દાખલ કરી હતી. આરોપીને લાજપોર મધ્યસ્થ જેલ મોકલી આપ્યો હતો. પરંતુ લાજપોર જેલ ખાતે આરોપીની તબિયત લથડતા આરોપીને સુરત સિવિલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન આરોપીનું મોત નીપજ્યું હતું.

દુષ્કર્મની કોશિશની ઘટના બાદ આરોપીને દોરડાથી બાંધેલા હોઈ એવા વીડિયો પણ વિસ્તારમાં સોસીયલ મીડિયામાં વાઈરલ થયા હતા. જોકે મૃતક નો પી.એમ.રીપોર્ટ હાલ પેન્ડીંગ હોઈ રીપોર્ટ આવ્યા બાદજ આરોપીના સાચા મોતનું કારણ જાણી શકાય એમ છે. જેથી સુરત શહેરની સચિન પોલીસે હાલ અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો