નવરાત્રીમાં આઠમના દિવસે પાવાગઢમાં અઢી લાખ માઇ ભક્તો ઉમટ્યા, કોમી એકતાના સર્જાયા દ્રશ્યો

યાત્રાધામ પાવાગઢમાં કાલે આસો આઠમના દિવસે અઢી લાખ ભક્તો ઉમટી પડ્યા હતા. પોલીસના અભેદ સુરક્ષા કવચ વચ્ચે અઢી લાખ જેટલા યાત્રાળુઓએ મહાકાળી માતાના ચરણોમાં શિશ ઝુકાવીને ધન્યતા અનુભવી હતી. આ દરમિયાન પાવાગઢ માચી ખાતે આસો આઠમના દિવસે પાવાગઢ મહાકાળી માતાના દર્શને આવતા જતા યાત્રાળુઓની સેવામાં પાલીતાણાના મુસ્લિમ યુવાને 50 હજારથી વધુ ભક્તોને સરબત અને છાશ પીવડાવવાનું આયોજન કર્યું હતું. અને કોમી એકતાની મિશાલ કાયમ કરતા યુવકને સેવાકાર્ય માટે જિલ્લા પ્રશાસન અને પોલીસ વિભાગે બિરદાવ્યો હતો.

મુસ્લિમ યુવકે કોમી એકતાનું ઉદાહરણ પુરૂ પાડ્યું

મૂળ પાલીતાણાના અને વ્યવસાયે જીઈબીનો કોટ્રાક્ટ ચલાવતા મસ્તુભાઇ આઠ વર્ષ પહેલા બાઈક લઇને મિત્ર સાથે પાવાગઢ આવ્યા હતા. મંદિરથી પરત ફરતા પગપાળા નીચે ઉતરતા હતા, તે દરમિયાન યાત્રાળુઓને પીવાના પાણી માટે રૂપિયા ખર્ચતા જોઈ લાગી આવતા પાવાગઢમાં યાત્રાળુઓ માટે પાણીની પરબ શરૂ કરવાનું બીડું ઝડપી સેવા કાર્ય શરૂ કર્યું હતું અને આજે પણ માચી ખાતે નવરાત્રીમાં અવિરત સેવા ચાલુ છે આજે આઠમને લઇને અઢી લાખ ઉપરાંત યાત્રાળુઓ આવ્યા હતા. ત્યારે તેમના માટે 50 હજાર ઉપરાંત યાત્રાળુઓને પૂરો પડી રહે તેટલી માત્રામાં સરબત અને છાશ પીવડાવવાનું આયોજન કર્યું હતું.

રાત્રે બે વાગે મંદિરના દ્વાર ખુલ્લા મૂકાયા

લાખોની સંખ્યામાં આવેલા યાત્રાળુઓના દર્શન માટે રાત્રે બે વાગે મંદિરના દ્વાર ખુલ્લા મૂકાયા હતા. રોપ વે ઉડન ખાટોલા સેવાનું રાત્રે એક વાગે ટિકીટ બુકિંગ શરૂ કરી બે વાગ્યાથી સેવા શરૂ કરી દેવાઈ હતી. જેમાં સાંજ સુધી 10 હજાર યાત્રાળુઓએ રોપ વે સેવાનો લાભ લીધો હતો. એસટી વિભાગ દ્વારા 50 બસો મૂકીને રાત્રીના બાર વાગ્યાથી બસ સેવા શરૂ કરી દેવાઈ હતી. દરમિયાન 50 બસો દ્વારા 1600 ટ્રીપમાં 75 હજાર જેટલા યાત્રાળુઓએ બસમાં મુસાફરી કરી હતી. એસટી વિભાગના રાજ્ય નિયામક સહિત જિલ્લા ડીસી સહિત વિભાગના કર્મચારીઓએ ખડે પગે ફરજ બજાવી હતી.
(અહેવાલઃ મક્સુદ મલિક, હાલોલ)

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો