વાડજની કિશોરીને રોજનું 20 રૂપિયાનું ભાડું બચાવવું મોંધુ પડ્યું, યુવકે દુષ્કર્મ બાદ અશ્લીલ ફોટા પાડ્યા

કોરોના મહામારી વચ્ચે પણ ગુનાખોરી સહિત બળાત્કારની ઘટનાઓ સતત વધી રહી છે. ત્યારે આવી જ એક દુષ્કર્મની ઘટના અમદાવાદના વાડજ વિસ્તારમાં બની છે. જ્યા પોતાના ઘરમાં ટેકો કરવા માટે એક કિશોરી નિકોલની એક ફેક્ટરીમાં કામ કરતી હતી. તેન સાથે પ્રેમનું નાટક કર્યા બાદ લગ્ન કરવાનું કહી નિકોલમાં રહેતા એક નરાધમ યુવકે આ કિશોરી સાથે દુષ્કર્મ આચર્યા બાદ તેના અશ્લીલ ફોટા પાડી લઈને તેને વાઇરલ કરવાની ધમકી આપીને કિશોરી સાથે અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

પ્રાપ્ત માહિતી અનુસાર વાડજ પોલીસે એક કિશોરીની ફરિયાદને પગલે નિકોલમાં રહેતા સંદીપ જૈન વિરુદ્ધ ગુરુવારે દુષ્કર્મની ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. નવા વાડજ વિસ્તારમાં રહેતી 17 વર્ષીય કિશોરી એક વર્ષ અગાઉ પરિવારને આર્થિક ટેકો મળે તે માટે ફેક્ટરીમાં નોકરી કરતી હતી. ફેક્ટરીથી ઘરે આવવા જવાનું રિક્ષાનું ભાડું રૂ.20 થતું હતું. આ કિશોરીની સાથે કામ કરતા આરોપી સંદીપ જૈને બાઈક પર ઘરેથી ફેક્ટરી લઈ જવાની વાત કરી હતી અને કહ્યું હતું કે આથી તારૂ ભાડું બચશે અને મારો રસ્તો પણ તે છે. જેથી આ કિશોરી સંદીપના કહેવામાં આવી ગઇ હતી અને થોડી મદદ થશે તેવું મનમાં વિચાર્યુ હતું પરંતુ તે કિશોરીને શું ખબર કે આ નરાધમ યુવકના ઇરાદા કંઇક અલગ જ છે. બાદમાં કિશોરી અવારનવાર સંદીપના બાઈક પર જતી હતી. તક મળતાની સાથે આરોપી સંદીપે કિશોરીને પોતાની વાતોમાં લઇ લીધી અને કહ્યું મારા છૂટાછેડા થયા છે પણ હું તને પ્રેમ કરું છું, તારી સાથે લગ્ન કરીશ તેમ કહીને કિશોરીને પોતાની પ્રેમજાળમાં ફસાવી લીધી હતી.

જે બાદમાં સંદીપ કિશોરીને શહેરના એક ગેસ્ટહાઉસમાં લઈ ગયો હતો. બાદમાં સંદીપે ત્યાં કિશોરી સાથે દુષ્કર્મ આચર્યું હતું. જેના ફોટા બતાવી બ્લેકમેઇલ કરી કિશોરીને બોલાવતો અને અવારનવાર દુષ્કર્મ આચરતો હતો. હવસખોર સંદીપે કિશોરીના પિતાના મિત્રને કિશોરીના બીભસ્ત ફોટો મોકલ્યા હતા. જોકે સંદીપથી તંગ આવી ગયેલી કિશોરીએ આખરે આરોપી પોતાને બ્લેકમેઇલ કરી દુષ્કર્મ આચરતો હોવાની વિગતો પોતાના પરિવારને જણાવી હતી. બાદમાં આ અંગે વાડજ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો