વાળને વારંવાર સ્ટ્રેટનરથી સ્ટ્રેટ કરવા કરતા કોઇપણ નુકસાન વગર આ વસ્તુથી ઘરે જ કરો સ્ટ્રેટ, પાર્લરમાં નહીં જવું પડે

આજકાલ આપણી પાસે સ્ટ્રેટનર હોય છે જેને લઇને આપણે ઘરે સહેલાઇથી વાળને સ્ટ્રેટ કરી લઇએ છીએ. પરંતુ તમારા વાળ પર વારંવાર સ્ટ્રેટનરથી સ્ટ્રેટ કરવા પર તે નુકસાનકારક હોય શકે છે. એવામાં આજે અમે તમારા માટે કેટલાક સહેલા ઉપાય લઇને આવ્યા છીએ. જેની મદદથી તમે વાળને સ્ટ્રેટ કરી શકો છો.

નારિયેળ અને લીંબુનો રસ
એક કપ નારિયેળનું દૂધ લો અને તેમા લીંબુનો રસ મિક્સ કરી લો. હવે તેને ફ્રીઝમાં આશરે 1 કલાક માટે રાખી દો જેનાથી તે ક્રીમી બની જશે અને પછી આ પેકને તમારા વાળ પર તથા સ્કેલ્પ પર લગાવો અને એક કલાક ગરમ ટુવાલ લપેટી લો.

કેળા અને પપૈયું
એક બાઉલમાં કેળા અને પપૈયાને મેશ કરી લો અને તેમા એક ચમચી મધ મિક્સ કરી લો અને વાળ પર લગાવીને થોડીક વાર સૂકવવા દો. જેથી પેક સૂકાઇ જાય ત્યારે વાળને શેમ્પુ તથા ઠંડા પાણીથી ધોઇને કાંસકાથી વાળ ઓળી લો,

આમળા પાવડર અને શિકાકાઇ
અડધા કપ આમળા પાવડર, અડધો કપ શિકાકાઇ પાવડર તથા એટલા જ પ્રમાણમાં ચોખાનો લોટ એક બાઉલમાં મિક્સ કરી લો. હવે તેમા બે ઇંડા મિક્સ કરીને પેસ્ટ બનાવી લો. આ પેકને વાળમાં લગાવી લો અને એક કલાક બાદ માથું ધોઇ લો. આમ કરવાથી તમારા વાળ સ્ટ્રેટ થઇ જશે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો